મહિલાઓને આ કામ કરાતા જોવા ના લાગે છે સૌથી મોટું પાપ. ભૂલથી પણ આવું ક્યારેક ના કરવું જોવે..

હિંદુ ધર્મમાં પાપ અને પુણ્યનું ઘણું મહત્વ હોય છે. પુણ્ય કરવા વાળાને પ્રભુ સારા ફળ આપે છે. અને પાપ કરવા વાળાની સજા મળે છે. આ વાતો આપણે બાળપણમાં આપણા દાદા દાદી પાસે સાંભળી હતી. આજે અમે એમાંથી એક વિષે થોડી વાત કરીશું. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો વિષે જણાવવામાં આવ્યું ,છે જેને કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.

શાસ્ત્રોના જણાવ્યા અનુસાર ઘણા કામ એવા છે, જેને કરવા અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ કામને કરે છે તો તેને ખુબ મોટું પાપ લાગે છે, અને ત્યાં સુધી કે આ પાપ તેમના મૃત્યુ પછી પણ તેમનો પીછો છોડતો નથી. આવા લોકોનું સમાજમાં પણ માન સમ્માન થતું નથી. આવા વ્યક્તિઓને સમાજ સારી નજરથી જોતા નથી. એ કામ નારી સાથે જોડાયેલું છે.

આપણા શાસ્ત્રોમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન કાળથી આપણે ત્યાં સ્ત્રીઓનું સમ્માન કરવામાં આવી રહ્યું છે. છતાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં નારીનું સમ્માન નથી કરવામાં આવતું. અહીં સ્ત્રીઓ પર હાથ પણ ઉપાડવામાં આવે છે. પણ એવા ઘરોમાં કયારેય લક્ષ્મી માં નો વાસ થતો નથી.

શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય છે ત્યાં દેવી દેવતાઓ કયારેય વાસ નથી કરતા. અને જે ઘરમાં સ્ત્રીનું સમ્માન કરવામાં આવે છે, એ ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે. માટે ક્યારેય પણ સ્ત્રીઓનું અપમાન કરવું જોઈએ નહિ.

એ વાત તમે જાણી ગયા હશો કે હિંદુ ધર્મમાં સ્ત્રીઓને ખુબ ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. હિંદુ ધર્મમાં સ્ત્રીઓને હંમેશા પૂજનીય માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ઘણી દેવીઓનું વર્ણન જોવા મળે છે, ઉદાહરણ તરીકે માતા દુર્ગા, માતા પાર્વતી, માતા લક્ષ્મી વગેરે જે બધી મહિલાઓ છે, જેમની હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. કોઈ પણ મહિલાનું અપમાન હિંદુ ઘર્મ અનુસાર એક અપરાધ માનવામાં આવે છે તેને પણ પાપ ગણવામાં આવે છે.

આ દુનિયામાં દરેક વ્યક્તિથી કોઈ ને કોઈ ભૂલ તો થતી રહે છે. જે ભૂલ અજાણ્યામાં થઇ જાય છે તેમને ભૂલી શકાય છે, પણ જે ભૂલ જાણી જોઈને કરવામાં આવે છે તે ક્ષમા યોગ્ય ગણાતી નથી. અને એવી ભૂલની સજા જરૂર મળે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા પાપ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા લોકો કરી બેસે છે, અને તે પાપ એટલું મોટું હોય છે કે મૃત્યુ પછી પણ માણસનો પીછો છોડતું નથી.

મિત્રો અમે વાત કરી રહ્યા છે સ્નાન કરતી સ્ત્રીના સંબંધમાં. ઘણીવાર એવું જોવા કે સાંભળવા મળે છે કે કેટલાક લોકો સ્નાન કરતી સ્ત્રીઓને જોય છે. જે એક વ્યક્તિએ કરવું જોઈએ નહીં જે વ્યક્તિ એવું કરે છે તે ચરિત્રહીન હોય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવું ખુબ અશુભ માનવામાં આવે છે. આવું કરવા વાળા વ્યક્તિ પાપ નહિ પણ મહાપાપનો ભાગીદાર હોય છે. કોઈ પણ સ્ત્રીને સ્નાન કરતા જોવા વાળો વ્યક્તિ પાપ કરે છે. તે પાપી છે.

કારણ કે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે, કે આવું કરવા વાળા વ્યક્તિને કઠોર થી કઠોર સજા મળે છે. જો આ ભૂલ કોઈનાથી અજાણ્યામાં થઇ જાય છે તો કોઈ વાત નહિ ભગવાન આને માફ કરી શકે છે(એનો અર્થ એવો નથી કે તમે કોઈ સ્ત્રીને સ્નાન કરતા દેખી જાવ તો એને જોયા જ કરો, તમારે તરત તમારું મુખ ફેરવી ત્યાંથી નીકળી જવું જોઈએ.), પરંતુ જો આ ભૂલ તમે જાણી જોઈને કરો છો તો તમે માફી મેળવવાના લાયક નથી.

આપણે ક્યારેય પણ આવી ભૂલો કરવી જોઈએ નહિ. આવું કરવા વાળાને ભગવાન પણ માફ કરી શકતા નહિ. જો તમારાથી ભૂલથી પણ આ થઇ જાય તો આ ખોટી વાત છે. આ સૌથી મોટું પાપ માનવામાં આવે છે, માટે તમારે ક્યારેય પણ આ કામ જાણી જોઈને કરવાનું નથી. હિંદુ ધર્મ અનુસાર આ પાપ માટે કોઈ માફી મળતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *