દુનિયાનું સૌથી મોટું ડાયમન્ડ બુર્સ સુરતમાં 2022થી ધમધમશે, મુંબઇથી કંપનીઓ આવી ગઇ

છ લાખ સ્કવેર ફિટ વિસ્તારમાં રૂપિયા 2400 કરોડના ખર્ચે સુરતના ખજોદ વિસ્તારમાં બની રહેલા દુનિયાના સૌથી મોટા અને જેને કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરતની સૂરત બદલાવાની છે તેવા ડાયમંડ બૂર્સમાં મુંબઇની 70 જેટલી ડાયમંડ કંપનીઓ શિફટ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. ડાયમંડ બૂર્સમાં મોટાભાગનું કામકાજ પુરુ થઇ ચુક્યું છે અને 2022માં બૂર્સ ધમધમતું થઇ જશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ડાયમંડ બૂર્સમાં માત્ર રફ અને પોલિશ્ડ ડાયમંડનું ટ્રેડીંગ જ થશે કટીંગ એન્ડ પોલીશીંગ નહીં થાય.દુનિયાભરના બાયરો ડાયમંડ ખરીદવા માટે સુરત આવશે. જેમ જેમ ડાયમંડ બૂર્સનું નિર્માણ આગળ વધી રહ્યું છે તેમ તેમ આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ પણ ખાસ્સા વધી ગયા હોવાની વાત છે.

દુનિયાભરમાં સુરત ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ માટે જાણીતું છે, દુનિયામાં બનતા 10 ડાયમંડમાંથી 8 ડાયમંડ સુરતમાં બને છે, પણ અત્યાર સુધી પોલીશ્ડ ડાયમંડ કે રફ ડાયમંડના ટ્રેડીંગ માટે મુંબઇના બજાર પર આધાર રાખવો પડતો હતો. આમ જોવા જઇએ તો મુંબઇમાં પણ મોટાભાગની ડાયમંડની ઓફીસ ગુજરાતીઓની જ છે. લગભગ પાંચેક વર્ષ પહેલાં સુરતના ડાયમંડ અગ્રણીઓને વિચાર આવ્યો કે સુરત દુનિયાભરમાં ડાયમંડનું સેન્ટર છે તો શા માટે ટ્રેડીંગ પણ અહીં ન થઇ શકે. વિચાર મૂર્તિમંત થયો અને સુરતના અગ્રણીઓ ઝડપથી કામકાજ શરૂ કર્યું. આમ તો આ બૂર્સ કયારનું શરૂ થઇ જતે, પણ કેટલીક રાજકીય પ્રક્રિયા અને કોરોના મહામારીને કારણે વિલંબ થયો, પણ એટ લાસ્ટ હવે બૂર્સ તૈયાર થઇ ચુકયું છે અને મે 2021માં ઓફીસનું પઝેશન પણ આપવાનું શરૂ થવાનું અને ડિસેમ્બર સુધીમાં કામકાજ પુરુ થવાની પણ ધારણાં રાખવામાં આવી છે, એટલે 2022 સુધીમાં ડાયમંડ બૂર્સ ધમધમતું થઇ જશે.

મુંબઇમાં અંધેરી બાંદ્રા-કુર્લા વિસ્તારમાં આવેલા ભારત ડાયમંડ બૂર્સમાં ડાયમંડ ટ્રેડીંગની ઓફીસો આવેલી છે, જેમાંથી 70 જેટલી ઓફીસ કોરોના મહામારીના સમયમાં સુરત ડાયમંડ બૂર્સમાં શિફટ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે અને 5

લગભગ 500 જેટલી ડાયમંડ કંપનીઓ સુરત શિફટ થઇ જશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. મતલબ કે પાંચેક વર્ષમાં મુંબઇનો ડાયમંડ ટ્રેડીંગનો ધંધો સુરતમાં શિફટ થઇ જશે.

ઘણો લોકોને કદાચ ખબર ન હોય કે વર્ષો પહેલાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગનું સેન્ટર ઇઝરાયલ હતું, પરંતુ ધીમે ધીમે આખો ડાયમંડ કટીંગનો બિઝનેશ સુરત શિફટ થઇ ગયો.સુરતે વેલ્યુએડીશનમાં પણ ખાસ્સું કામ શરૂ કર્યું છે, ભવિષ્યમાં ડાયમંડ જવેલરીનું સેન્ટર પણ સુરત બની જશે.

સુરતે અત્યાર સુધીમાં રફ ડાયમંડ માટે બીજા દેશો પર આધાર રાખવો પડે છે અને રફ ડાયમંડ ખરીદવા માટે સાઉથ આફ્રીકા, બેલ્જીયમ, બોસ્ટવાના વગેરે દેશોમાં જવું પડે છે, પણ બૂર્સ બની ગયા પછી રફ ડાયમંડ અહીં જ મળતા થશે એટલે વિદેશ જવાની જરૂર નહીં પડે.

સુરત ડાયમંડ બૂર્સની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બુલેટ ટ્રેનનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે.

ડાયમંડ બૂર્સ બનવાને કારણે સુરતમાં પ્રોપર્ટીના ભાવ લગભગ 10થી 15 ટકા વધ્યા હોવાનું પ્રોપર્ટી ડીલર પાસેથી જાણવા મળ્યુ છે. વેસુ વિસ્તારમાં જયાં 6 મહિના પહેલાં સ્કેવર ફીટ દીઠ 4500 રૂપિયાનો ભાવ ચાલતો હતો ત્યાં આજે 6500 રૂપિયા ભાવ બોલાય છે. એજ રીતે અલથાણમાં 4000ના ભાવની સામે 6,000, સરથાણામાં 4500ના ભાવની સામે 6,000 અને પીપલોદ વિસ્તારમાં 7,000ના ભાવની સામે 8000નો ભાવ થઇ ગયો છે.

સુરત ડાયમંડ બૂર્સના મથુરભાઇ સવાણીએ કહ્યું હતું કે સુરત સહિત દેશ માટે આ ડાયમંડ બૂર્સ મહત્ત્વનું સાબિત થશે. 2020 સુધીમાં બિઝનેશ શરૂ થાય તેવી અમારી ધારણાં છે. બૂર્સને કારણે સુરતને મોટો આર્થિક ફાયદો થશે અને દુનિયાના નકશામાં સુરતનું નામ સન્માન સાથે લેવાશે. આ બૂર્સમાં લગભગ 50000 કમર્ચારીઓને તો રોજગારી મળશે, પણ ઇનડાયરેકટ રોજગારીનું પ્રમાણ પણ ઘણું મોટું હશે.

ડાયમંડ બૂર્સના આશીષ દોશીએ કહ્યું હતું કે બૂર્સની નજીક જ મેટ્રો સ્ટેશન બની રહ્યું છે જેને કારણે પીક અવર્સમાં 25,000 લોકો મુસાફરી કરી શકશે.

ડાયમંડ બૂર્સને કારણે સરકાર અને મહાનગર પાલિકાને મોટી આવક મળતી થશે. પાલિકાને પ્રોપર્ટી ટેકસની અને સરકારને જીએસટીની.

Leave a Reply

Your email address will not be published.