યુવતીએ કહ્યું, આજે આપણે એક થઇ જવાનું છે, તમામ કપડા સાથે ઘરેણા પણ કાઢી નાખો પછી આપણે…

શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે પોલીસ તો ચોંકી જ ઉઠી છે પરંતુ નાગરિક પણ ચોંકી ઉઠ્યો છે. એક યુવક થોડા સમય પહેલા એક યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ બંન્ને સોશિયલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ યુવતીએ યુવક પાસે તેનો નંબર માંગ્યો હતો. યુવતીએ કહ્યું કે, આપણે વ્હોટ્સએપ પર વાત કરીએ. જેથી યુવકે પોતાનો નંબર પણ આપ્યો હતો. બંન્ને વ્હોટ્સએપ પર વાતો કરવા લાગ્યા હતા.

એક દિવસ યુવકે યુવતીને મળવા માટેની ડિમાન્ડ મુકી હતી. જેથી યુવતીએ થોડી આનાકાની કર્યા બાદ મળવા માટેની તૈયારી બતાવી હતી. રાજકોટમાં મળવાનું નક્કી થયું હતું. જેના પગલે રાજકોટની એક હોટલમાં યુવકે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. યુવતીએ પણ કહ્યું હતું કે, જાહેરમાં મળવા કરતા કોઇ સારી હોટલમાં રૂમ બુક કરાવે તો આપણે બંન્ને સાથે મળીને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકીએ. આ મિટિંગ સારી રહી તો પછી આપણે અવાર નવાર મળતા રહીશું અને આનંદ કરીશું.

જેના પગલે યુવક સોનેરી સ્વપ્નો સજાવતો સજાવતો હોટલમાં પહોંચ્યો અને રૂમ બુક કરાવ્યા હતા. હોટલની રૂમમાં પણ તેણે ખુબ જ સજાવટ કરાવી હતી. આ ઉપરાંત પોતે ધનવાન છે તેવું દેખાડવા માટે ઘરેણા પણ પહેર્યા હતા. યુવતી પણ સમયસર પહોંચી હતી. યુવક અને યુવતી વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. ત્યાર બાદ યુવકે વસ્ત્રો ઉતારતા યુવતીએ ઘરેણા પણ ઉતારી નાખ તેવું જણાવ્યું હતું. યુવકે ઘરેણા ઉતારતા યુવતી તેના ઘરેણા લઇને ફરાર થઇ ગઇહ તી. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે પોલીસે હવે આ અંગે તપાસ આદરી છે. સીસીટીવીના આધારે તપાસ કરતા યુવતી માસ્કમાં દેખાઇ હતી. જેથી અન્ય સીસીટીવીના આધારે પોલીસ તપાસ આદરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *