બેન્ક ઓફ બરોડા ના ખાતા ધારકો માટે મહત્વના સમાચાર, બંધ થઈ જશે નાણાં ની લેવડ-દેવડ, બેન્કે ટ્વિટ કરી જણાવ્યું

જો તમારું ખાતું બેન્ક ઓફ બરોડામાં ખોલાવેલું છે તો તમારા માટે મહત્વની જાણકારી છે. જલ્દી જ જાણી લેવી જરૂરી છે નહિતો તમારા તમારા ખાતામાંથી રૂપિયા જમા કે ઉપાડી નહીં શકો. બેન્ક ઓફ બરોડા એ કરી છે જાહેરાત જે બધા ખાતા ધરકોએ જાણવી જરૂરી છે.

મિત્રો, થોડા સમય પહેલા જ દેના બેન્ક અને વિજયા બેન્ક એ બન્ને બૅન્ક ઓફ બરોડા સાથે મર્જ થઈ ચૂકી છે. જ્યારે હાલમાં બેન્ક ઓફ બરોડા દ્વારા પોતાના ગ્રાહકોને જાહેરાત કરી છે. જેમાં ગ્રાહકોના IFSC કોડ બદલાવવાની વાત કરી છે.

બેન્ક ઓફ બરોડા એ કહ્યું કે ૧ માર્ચ પછી જુના IFSC કોડ બંધ થઈ જશે જેથી તમામ ખાતા ધારકોએ નવા IFSC કોડ બેન્કમાંથી મેળવવાના રહેશે. બેન્કે ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું છે કે, પ્રિય ગ્રાહકો કૃપયા ધ્યાન આપો, ઇ-વિજયા અને ઇ-દેના બેન્કના IFSC કોડ ૧ માર્ચ ૨૦૨૧ થી બંધ થવા જઈ રહ્યા છે. ઇ વિજય અને દેના બેંકની શાખાઓ પરથી તમે નવા IFSC કોડ પ્રાપ્ત કરી લો. ચરણોનું પાલન કરો અને સુવિધાઓનો અનુભવ લો.

જોકે તમને જણાવી દઈએ કે બેન્ક ખાતામાં ઓનલાઈન પૈસા નાખવા અથવા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખવા તમારા ખાતા નંબર સાથે સાથે IFSC કોડ પણ નાખવો જરૂરી છે તેથી જો IFSC કોડ બંધ થઈ જશે તો ડિજિટલ માધ્યમથી પૈસાની લેવડ દેવડ નહીં થઈ શકે જેથી બેન્કમાં જઈને નવો IFSC કોડ મેળવી લેવો.

જો તમને IFSC કોડને લઈને કંઈપણ મુશ્કેલી હોય તો તમે ૧૮૦૦ ૨૫૮ ૧૭૦૦ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો અથવા બેંકની બ્રાન્ચ પર પણ વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો જેમાં તમારે ૮૪૨૨૦૦૯૯૮૮ નંબર પર “MIGR ” કેપિટલમાં લખી તમારા ખાતા નંબરના છેલ્લા ચાર અંક ટાઈપ કરવાના રહેશે અને મેસેજ મોકલવાનો રહેશે. પરંતુ મેસેજ તમે બેન્કમાં રજીસ્ટર કરેલા મોબાઈલ નંબરથી જ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published.