ભારતમાં 2000 કરોડના ખર્ચે અહીં બનશે એશિયાનું સૌથી મોટું ઍરપોર્ટ

હાલમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવરે એરપોર્ટને એશિયાનું સૌથી મોટુ એરપોર્ટ તરીકે વિક્સિત કરવાની યોજના બનાવી છે. રાજ્ય સરકાર દ્વારા જેવર એરપોર્ટ માટે 2000 કરોડ રૂપિયા અલગ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેની જાણકારી નાણા મંત્રી સુરેશ ખન્નાએ સોમવારે આપી હતી.

નાણા મંત્રી સુરેશ ખન્ના દ્વારા સોમવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2021-22 માટે 5 લાખ 270 કરોડ 78 લાખ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે યૂપી સરકાર દ્વારા મહત્વકાંક્ષી પરિયોજના જેવર એરપોર્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, યૂપી સરકારે આજે વિધાનસભામાં પોતાનું પ્રથણ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું.

નાણા મંત્રી સુરેશ ખન્નાએ પોતાના બજેટ ભાષણમાં રજુ કર્યું કે, જેવર એરપોર્ટ પાસે યમુના એક્સપ્રેસવે પર એક ઇલેક્ટ્રોનિક સિટીની સ્થાપના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે 6 રન-વે બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે પ્રસ્તાવિત બેની તુલનામાં જેવર એરપોર્ટના રન-વેની સંખ્યા વધારીને 6 કરી દીધી છે. જોકે, બાદમાં હજી વધુ 2 રન-વે બનાવવામાં આવશે. આ વખતે જેવર એરપોર્ટ માટે 2000 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. એરપોર્ટ બન્યા બાદ અહિંયા ખુબ જ ઝડપી વિકાસ થશે અને રોજગારના નવા અવસરો ઉદ્ભવશે. આ ઉપરાંત બુંદેલખંડમાં પણ રક્ષા ઇલેક્ટ્રોનિક્સ મૈન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપનાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે.

સરકાર દ્વાર જેવરમાં અરપોર્ટ માટે યમુના એક્સપ્રેસવે ઔદ્યોગિત વિકાસ પ્રાધિકરણને પોતાના તરફથી કાર્યાન્વયન એજેન્સી તરીકે નીયુક્ત કરવામાં આવ્યું છે. જેવરમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિક્સિત કરવા માટે જ્યૂરિખ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીની પસંદગી કરવામાં આવી છે. એરપોર્ટનું પ્રથમ ચરણ 1,334 હેક્ટરમાં ફેલાયેલ હશે અને તેમા 4,588 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ યોજના 2023 સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published.