આ મહિલા વર્જીન હોવા છતાં પણ થઈ ગઈ આ રીતે પ્રેગ્નેટ, લેખ વાંચીને ચોંકી જશો તમે…

ઇંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહેતી એક મહિલાએ તાજેતરમાં જ સો.મીડિયામાં પોતાની પ્રેગ્નન્સી અંગે વાત કરીને સૌ કોઈને નવાઈમાં મૂકી દીધા છે. 28 વર્ષીય નિકોલ શારીરિક સંબંધો બાંધ્યા વગર જ 8 વર્ષ પહેલાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

સૂત્રોના મતે, નિકોલ જ્યારે 18 વર્ષની હતી ત્યારે તે બોયફ્રેન્ડને ડેટ કરતી હતી. એકવાર ઓફિસમાં કામ કરતાં સમયે તેને છાતીમાં બળતરા થવા લાગી હતી અને ચક્કર આવ્યા હતા. નિકોલની મિત્રે તેને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. નિકોલે જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યો હતો. આ વાતથી નિકોલ એકદમ ડરી ગઈ હતી. તે વર્જિન હતી અને તેણે ક્યારેય બોયફ્રેન્ડ સાથે સંબંધો બાંધ્યા નહોતા.

નિકોલે વધુમાં કહ્યું હતું, હું ટેમ્પોનનો પણ ઉપયોગ કરી શકતો નહીં. અનેક પ્રયાસ બાદ પણ હું બોયફ્રેન્ડ સાથે સંબંધો બાંધી શકી નહોતી. મને સંબંધ બાંધતી વખતે સખત દુખાવો થતો હતો. મને ખબર નહોતી કે મારી સાથે કેમ આવું થાય છે. હું ડોક્ટરને પણ મળી હતી અને બધું ઠીક હોવાની વાત કરવામાં આવી હતી

અંતે ચેકઅપમાં એ વાત સામે આવી હતી કે નિકોલને વેજિનીસ્મસ નામની બીમારી છે. મેડિકલ કન્ડિશનમાં વજાઈનાની માંસપેશી એકદમ સાંકળી હોય છે અને તેને કારણે શારીરિક સંબંધો બાંધી શકાતા નથી. નિકલો કહ્યું હતું કે તે બોયફ્રેન્ડ સાથે ઈન્ટિમે થવા માટે અન્ય ઉપાયો અજમાવતી હતી. ડોક્ટરે કહ્યું હતું કે સેક્સ માણ્યું ના હોવા થતાંય કોઈ પણ રીતે સ્પર્મ અથવા ફ્લૂડ વજાઈનામાં જાય તો પ્રેગ્નન્સી રહી શકે છે. જોકે, આ બહુ જ ભાગ્યે જ થાય છે. નિકોલ સાથે પણ આમ થયું હતું.

નિકોલને એ વાતનો ડર હતો કે પ્રેગ્નન્સીની વાત સાંભળીને તેનો બોયફ્રેન્ડ તેની પર શંકા ના કરે. જોકે, આવું થયું નહીં. બોયફ્રેન્ડે તેને પૂરો સાથ આપ્યો. નિકોલે કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન તમામ ડોક્ટર્સને તેની વાત પર વિશ્વાસ થતો નહોતો.

નિકોલે કહ્યું હતું, ‘મારા બોયફ્રેન્ડ દર વખતે ડોક્ટરને મળવા આવતો હતો. તે ડોક્ટરને કહેતો કે અમે એક વાર પણ સેક્સ માણ્યું નહોતી. રૂટિન ચેકઅપ દરમિયાન પ્રેગ્નન્સીના ચોથા મહિને મને કહેવામાં આવ્યું કે મને વેજિનીસ્મસ નામની બીમારી છે. મેં પછી આ બીમારી અંગે ગૂગલ કર્યું હતું અને પછી ખ્યાલ આવ્યો કે આમાં કંઈ જ ખોટું નથી.

બીમારી ધ્યાનમાં આવ્યા બાદ નિકોલ વેજિનીસ્મસ થેરપિસ્ટને મળી હતી. તેમની મદદને કારણે તે આ પરિસ્થિતિમાંથી બહાર આવી ગઈ હતી. નિકોલે કહ્યું હતું કે ડિલિવરી સમયે પણ તેને કંઈ વાંધો નહોતો આવ્યો. જોકે, હવે તે બોયફ્રેન્ડ સાથે નથી અને તેમના સંબંધો તૂટી ગયા છે. નિકોલે કહ્યું હતું, ‘મારા માટે મારી દીકરી ચમત્કાર જેવી છે. અનેક લોકો મને વર્જિન મેરી કહીને બોલાવે છે. હવે મારી સેક્સ લાઈફ નોર્મલ થઈ ગઈ છે. જોકે, મારી પ્રેગ્નન્સીની વાત આજે પણ લોકોને નવાઈમાં મૂકે છે.

Leave a Reply

Your email address will not be published.