મારા વિધાર્થીના પિતા બહુ ગમે છે, અમે ધણી વાર અંગતપળો માણી ચૂક્યા છીએ, પણ હવે ..
સવાલ – હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું અને ટયૂશન કરું છું. મારા એક સ્ટુડન્ટના ઘરે રોજ ભણાવવા જાઉં છું. તેના ફાધર મનહર (નામ બદલ્યું છે)નો નેચર મને બહુ જ ગમે છે. હું એની પાછળ પાગલ બની ગઇ છું. એને હું ખૂબ જ ગમું છું. એ બિઝનેસમેન છે. મને વારંવાર બહુ બધી ગિફ્ટ આપે છે. અમે અંગત વાતો પણ કરીએ છીએ. એની પત્નીનો સ્વભાવ બહુ ખરાબ હોવાનું એ કહે છે, જોકે, મારી સાથે તો સારી રીતે વાત કરતી હોય છે.
મનહરના કહેવા મુજબ બાળકના જન્મ બાદથી એની પત્નીને સે@ક્સમાં રસ જ નથી રહ્યો, અને એને પોતાને બહુ જ રસ હોય છે. આવી વાત કરીને એણે મને સે@ક્સ માટે આકર્ષી! અને મને એ ખૂબ ગમતો હોવાથી મેં એની સાથે સે@ક્સ માણ્યું. હવે મને એની સાથે મેરેજ કરવાની ઇચ્છા છે, એ નહીં માને તો બીજા કોઇ સાથે મેરેજ નહીં કરું! મા-રેે હવે શું કરવું એ જણાવો. -પુષ્પમાલા (નામ બદલ્યું છે)
જવાબ – હવે તારી સમસ્યાની વાત કરીએ તો તે ટયૂશન કરતી હોવાની વાત કરી છે. તે સાથે તું પીજી કરે છે, એનો મતલબ થાય છે કે તું વેલ એજ્યુકેટેડ છે. તું ટયૂશન કરે છે તે દર્શાવે છે કે તારા ફેમિલીની આર્થિક સ્થિતિ વધુ સારી નથી. તને તારા સ્ટુડન્ટના ફાધર મનહરનો નેચર બહુ જ ગમી ગયો છે, એટલે કે એ બોલાવવામાં મીઠડો છે. એ બિઝનેસમેન છે એટલે બોલવામાં તો સારો હોય જ. એ સાથે એ તને વારંવાર બહુ બધી ગિફ્ટ્સ આપે છે! બસ આ જ તારો માઇનસ પોઇન્ટ છે.
એ તને બહુ ગમવામાં એની તને વધુ આકર્ષવાની રીતભાત છે. એક તો એ સારો વ્યક્તિ છે, દેખાવડો પણ હશે જ! વળી એણે તને એવી મીઠી મીઠી વાતો કરી કે અંગત વાતો સુધી પહોંચી ગયા. એમાંય એણે તને એવું કહ્યું કે તેની પત્નીને બાળક થયા બાદ સે@ક્સમાં જરાય રસ નથી અને તેને પોતાને બહુ છે! આ વાત એણે એવી રીતે રજૂ કરી કે તું વધુ આકર્ષાઇ! એક તો તુું કુંવારી હોવાથી અને સામેથી પ્રેમાળ વર્તન થવાથી તારી વાસના ભડકી. જેને તું પ્રેમ સમજી બેઠી.
આપણી કેટલીક હીરોઇનોએ પરિણીત પુરુષો સાથે મેરેજ કર્યા છે તે વાત તારા મનમાં સારો પ્રભાવ પાડી હોવાનું તારો ઇમેઇલ વાંચતા સ્પષ્ટ થાય જ છે. અહીં બધી વિગતો આપવી યોગ્ય ના હોવાથી વધુ જણાવ્યું નથી, પરંતુ તું પ્રેમના નામે ખોટા રસ્તે ચઢી ગઇ. તેં મીઠડા અને ધનવાન મનહરને તારંુ સર્વસ્વ સોંપીને તારી જાતને એ રીતે સમજાવી છે કે એમાં શું વાંધો? આખરે મેરેજ તો એની સાથે જ કરવાના છે ને! પરંતુ તે અંગે કોઈ વાત થઈ નથી કે કોલ અપાયા નથી.
તારા આ વિચારે તને વધુ ઇજન આપીને તને મનહર સાથે વારંવાર સે@ક્સ માણતી કરી દીધી છેે. જે તારા માટે જરાય યોગ્ય નથી. તે તને સે@ક્સ ટોયથી વધુ કંઇ સમજતો નહીં જ હોય. તું એની જરૃરિયાત હતી તે પૂરી થઇ ગઇ છે. હવે તું એને પ્રપોઝ કરીશ એટલે કે એને તું મેરેજ માટે કહીશ તો એ તને ઘસીને ના જ પાડશે! તેં એ માટે જ તો માર્ગદર્શન માગ્યું છે. ધારો કે, એ તને હા કહે તો પણ એ બહુ અઘરું છે. એ મેરિડ હોવા ઉપરાંત બાળકનો પિતા છે. એના માટે ડીવોર્સ સરળ નહીં હોય.
વળી તારે પણ વિચારવું જોઇએ કે કોઇ મહિલાનો સંસાર ઉજાડવાથી તને શું મળવાનું? તારા પ્રેમ પાછળ માત્ર વાસના, આકર્ષણથી વધુ કંઇ નથી. તું વેલ એજ્યુકેટેડ છે અને તને સારું પાત્ર મળી શકે એમ છે. તું કોઇ યોગ્ય યુવાનને પસંદ કર, એને લવ કર અને પછી મેરેજ કર એ વધુ યોગ્ય છે. કેટલાક કિસ્સામાં લવ ના પણ થાય એવું બને છે, પરંતુ સારંુ પાત્ર તો તને ગમી જ શકે.
એટલે તારું અને પેલા ત્રણનું જીવન તહસ નહસ થતું રોકવા પણ તારે મનહર સાથે મેરેજ કરવાનો વિચાર માંડી વાળવો. એટલું જ નહીં આજથી જ કોઇ બહાનું બતાવી તેના પુત્રનું ટયૂશન છોડી દે, અને મનહરને મળવાનું બંધ કરી દે…! ઝે-રના પારખાં કરવાના ના હોય..! એ તને ના પાડે, તારી નબળાઇનો લાભ લેવા પ્રયાસ કરે એ કરતાં તો તું પહેલેથી જ એને છોડી દે એ જ બહેતર છે.. હવે પછી આ રીતે મેરેજ વિના કોઇ અન્ય સાથે શા-રીરિક સં-બંધ બાંધવાથી ભૂલ ના કરતી. આ એક દુઃસ્વપ્ન હતું એ ભૂલી જા..! સરસ જીવન જીવવા માટે રસ્તો ખુલ્લો જ છે!
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.