દિલ્લીથી આવેલી મામાની દીકરીને હોટલમાં લઈ જઈને માણ્યું શરીરસુખ ને પછી તો…

દિલ્હીથી વડોદરા આવેલી મામાની દીકરીને કેફી પીણું પીવડાવી પિતરાઇ ભાઇએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને મરી જવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા બાદ યુવકે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતી. યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, દિલ્લીની યુવતી ગત માર્ચ મહિનામાં ગોત્રી સ્થિત ફોઇના ઘરે આવી હતી. નીતા પોતે પરણીત છે, પરંતુ તેને પતિ સાથે મનમેળ ન હોવાથી બંને છૂટા પડવા માંગતા હતા.

આ અંગે ફોઇનો દીકરો સારી રીતે પરિચીત હતો. દરમિયાન પોતાના ઘરે આવેલી મામાની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ લગ્નની લાલચ આપી જેતલપુર રોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અહીં કેફી પીણું પીવડાવી તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું.

બીજી તરફ યુવતી હોશમાં આવતાં જ બૂમાબૂમ કરવા લાગી હતી. જોકે, યુવકે તેનું મોઢું દબાવી દીધું હતું. તેમજ ધમકી આપી હતી કે, તું આ અંગે કોઈને વાત કરીશ તો હું મરી જઇશ.

આ સમયે તેણે યુવતી સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. જોકે, તેને દિલ્લી જઈને પતિ સાથે છૂટાછેડા લેવા માટે જણાવ્યું તહતું. આમ, મામાની દીકરીને ધમકાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. આ પછી યુવકની માતાએ ભત્રીજીને જણાવ્યું હતું કે, તેમનો દીકરો તારી સાથે લગ્ન કરશે તેમજ તેમ કહી તેને દિલ્લી જવા જણાવ્યું હતું. એટલું જ નહી, યુવક તેને દિલ્લી મુકવા પણ ગયો હતો.

તેમજ યુવકે મામા-મામીને યુવતીના છેટાછેડા લેવડાવવા કહ્યું હતું. તેમજ તે તેની સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. આમ, ફોઇના દીકરાએ લગ્નની તૈયાર બતાવતાં યુવતીએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બીજી તરફ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દેતાં પરિવારના સભ્યો યુવકને સમજાવવા વડોદરા આવી ગયા હતા. જોકે, યુવકે યુવતી પોતાના માટે રમકડું હોવાનું કહીને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જેથી પરિવાર દિલ્લી આવી ગયો હતો.

યુવકે લગ્નની લાલચ આપીને શરીરસુખ માણ્યા પછી લગ્ન માટે ઇનકાર કરી દેતા યુવુતીએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી ધરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *