વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરની છત પર ના મુકો તુલસીનો છોડ, પડે છે અશુભ પ્રભાવ, આ છે યોગ્ય સ્થાન

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે જ છે. આ છોડમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે, જેનો ઉપયોગ રોગોને મટાડવા માટે થાય છે.

ઘણા લોકો માને છે કે તુલસીનો છોડ રાધા રાણીનો અવતાર છે. જો તુલસીનો છોડ યોગ્ય દિશામાં અથવા જગ્યાએ ન રાખવામાં આવે તો તેના ખરાબ પ્રભાવો ઘરમાં જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેનાથી સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

તુલસીનો છોડ મુકવાનું આ છે યોગ્ય સ્થાન

ઘણા લોકો તુલસીને સારો સૂર્યપ્રકાશ મળે, તેથી તુલસીનો છોડ તેમના ઘરની છત પર અથવા બાલકનીમાં રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને છત પર રાખવાથી દોષ લાગે છે. તેનાથી તમારી કુંડળીમાં બુધની સ્થિતિને નબળી પડે છે. બુધ નબળો હોવાનો અર્થ ઘરમાં પૈસાની કમી. જે લોકો ઘરની છત પર તુલસી મૂકે છે તેમની કુંડળીમાં કુદરતી દોષ જોવા મળે છે. તેની સીધી અસર બુધથી થાય છે.

શાસ્ત્રોમાં બુધ બુદ્ધિ અને સંપત્તિનો ગ્રહ માનવામાં આવે છે. તે તમારા ધંધાને પણ અસર કરે છે. તુલસીના છોડને ભૂલથી પણ પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. તમે તેને ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખી શકો છો. શ્યામ તુલસી ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે.

આ રીતે મેળવો વાસ્તુ દોષથી છૂટકારો

જો તમારા ઘરમાં છત સિવાય બીજું કોઈ સ્થાન ન હોય તો તમારે તેની સાથે કેળાનું ઝાડ વાવવું જોઈએ. નાડાછડી દ્વારા આ બંને વૃક્ષોને બાંધી દો. આ કરવાથી તમે વાસ્તુ દોષથી છૂટકારો મેળવશો.

સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બારસ, રવિવાર અને મંગળવારે તુલસીના પાન ન તોડવા જોઈએ. આ સિવાય તુલસીને સ્નાન કર્યા વિના સ્પર્શ ન કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.