શું ભારતમાં WhatsApp-Facebook બંધ થવા જઈ રહ્યુ છે? ક્યારથી જાણી લો અહીંયા

શું Facebook અને Whatsapp બંધ થઇ જશે ? ખરેખર આ સવાલ આજકાલ લોકોના મનમાં સતત આવી રહ્યો છે. આ વચ્ચે ખુદરા કારોબારીઓના સંગઠન CAITએ સરકાર પાસે એવી જ માંગ કરી છે. સંગઠને Whatsapp અને એની મૂળ કંપની Facebook ઉપર રોક લગાવવાની માંગ કરી છે.

કેટે લખ્યો સરકારને પત્ર

જાણકારી મુજબ સંગઠને માહિતી અને તકનીક મંત્રી રવિશંકર પ્રસાદને આ બાબતે પત્ર લખ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ Whatsappની નવી પ્રાઇવેટ પોલિસી પર ચિંતા જારી કરી છે. સંગઠને કહ્યું કે, Whatsappને આ લાગુ કરવાથી રોકવું જોઈએ અથવા એના પર પુરી રીતે રોક લગાવવાનું કામ કરવું જોઈએ.

Whatsapp પર રોક લગાવવું જોઈએ

CAITએ મંત્રીને લખેલ પત્રમાં કહ્યું કે સરકારે Whatsappની નવી નીતિઓ લાગુ થતા રોકવું જોઈએ અથવા Whatsapp પર રોક લગાવવાનું કામ કરવું જોઈએ. આગળ સંગઠને લખ્યું કે ભારતમાં ફેસબુકના 20 કરોડથી વધુ યુઝર્સ છે. જો તમામ યુઝરના ડેટા સુધી એ પોતાની પહોંચ બનાવી લે તો એનાથી માત્ર અર્થવ્યવસ્થા જ નહિ પરંતુ દેશની સુરક્ષાને પણ ખતરો થઇ શકે છે. આ એક ગંભીર બાબત છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂરત છે.

વોટ્સએપે શું આપ્યો જવાબ ?

આ સંબંધમાં PTIએ કંપનીને એક મેઈલ લખ્યો હતો જેનો જવાબ આવ્યો છે. એક મેઈલના જવાબઆ Whatsappના એક પ્રવક્તાએ કહ્યું કે, પારદર્શિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રાઇવસીની નવી પોલિસી અપનાવવાનું કામ કરવામાં આવ્યું છે.

શુ છે શરત ?

તમને જણાવી દઈએ કે Whatsapp નવી ડેટા પોલિસી લાવવા જઈ રહ્યું છે. જે હેઠળ યુઝર્સે ડેટા શેર કરવાની શરત માનવી પડશે. જો તેઓ આવું નહિ કરે તો 8 ફેબ્રુઆરી પછી આ Whatsappનો ઉપયોગ નહિ કરી શકે.

Leave a Reply

Your email address will not be published.