લગ્નોમાં ઘણા વરરાજાઓની એન્ટ્રી જોઈ હશે, પણ આવી એન્ટ્રી નહીં જોઈ હોય!

ક્યારેય કોઈ વરરાજાને ઘોડો કે ગાડીના બદલે દોસ્તના ખભા પર બેસીને લગ્નમાં જતા જોયો છે? જો ના જોયો હોય તો આ વિડીયો તમારા માટે જ છે. જેમાં એક દોસ્ત વરરાજાને પોતાના ખભા પર ઉંચકીને લઈ જઈ રહ્યો છે. અને હાં, જાનમાં સામેલ ગામના બાળકો ફૂલ જોશમાં નાચીને લોકોનું દિલ જીતી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હસવાનું નહીં રોકી શકો.

પહેલાં વિડીયો જુઓ

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે શેર કર્યો છે. ક્લિપ પર ‘ગાંવ કા દુલ્હા’ એવું લખ્યું છે. જેમાં જાનૈયાઓ તરીકે ગામના બાળકો છે. જેઓ નાચતા ગાતા વરરાજાને લઈને જઈ રહ્યાં છે. જ્યારે વરરાજાને તેના દોસ્તે ખભે ઉંચક્યો છે અને લગ્ન સ્થળે લઈ જઈ રહ્યો છે. વિડીયો ક્યાંનો અને ક્યાંરનો છે એ હજુ જાણવા મળ્યું નથી.

જ્યારે વરરાજાએ દુલ્હનને ઉઠાવી લીધીજૂન મહિનામાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં વરરાજા તેની નવી નવી દુલ્હનને ખભા પર ઉંચકીને નદી

પાર કરતો દેખાતો હતો. આ ઘટના બિહારના શનગંજ જિલ્લાની હોવાનું ચર્ચામાં હતું. વાત એવી હતી કે, વરરાજાની જાન લોહાગાડા ગામથી પાલસા ગામ ગઈ હતી. ઘરે પરત ફરતી નદીમાં પાણી ભરાયુ જોવા મળ્યું તો વરરાજાએ દુલ્હનને ઉપાડી લીધી જેથી તે પલળે નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *