3.6 કરોડ રૂપિયામાં વેચાઈ રહી છે આ જૂની વાટકી, જાણો એવું તો શું છે આ વાટકીમાં ખાસ…

500 વર્ષ જૂની એન્ટિક વાટકીની હરાજીમાં આ વાટકી 3.6 કરોડમાં વેચાવા જઈ રહી છે. આ હરાજી યુએસમાં સિરામિક વાટકી માટે કરવામાં આવી રહી છે. આ વાટકીના માલિકે તે વાટકી 2500 રૂપિયામાં ખરીદી હતી પરંતુ હવે તે 3.6 કરોડ રૂપિયામાં વેચાઇ રહી છે.

રિપોર્ટ અનુસાર, આ વાટકી ખાસ છે કારણ કે તે 15 મી સદીની ચાઇનીઝ કલાકૃતિઓમાંની એક છે. આ સિરામિક વાટકી 35 ડોલરમાં ખરીદવામાં આવી હતી, જ્યારે તેની બોલીની કિંમત 15,000 ડોલરથી 500,000 ડોલરની વચ્ચે છે. સૌથી વધુ કિંમત ચૂકવનાર વ્યક્તિને આ વાટકી મળશે. આ માટે 17 માર્ચે હરાજી યોજાશે.

ફૂલો અને અન્ય ડિઝાઇનની વાદળી છબીઓવાળી આ સફેદ વાટકીનો વ્યાસ આશરે 6 ઇંચ (16 સે.મી.) છે.

સોથેબીઝ ખાતે તેની હરાજી થવાની છે. ન્યુ યોર્કમાં 17 માર્ચે હરાજી થનારી વિશ્વની આવી સાત વાટકીમાંથી આ એક વાટકી છે.

સોથેબીના વરિષ્ઠ ઉપપ્રમુખ અને કલાના ચિની ડિપાર્ટમેન્ટમાં આર્ટ વર્કના વડા, મકએટરે કહ્યું, “તે તરત જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અમે હકીકતમાં કંઈક અજોડ જોઇ રહ્યા હતા.” પેઇન્ટિંગની શૈલી, વાટકીનો આકાર, વાદળી રંગ પણ આ સિરામિક વાટકી 15 મી સદીના પૂરાવા છે. તેમણે પુષ્ટિ આપી કે તે 1400 ના દાયકામાં બનાવવામાં આવી હતી.

તેમ છતાં આ વાટકી કેટલી જુની છે તેની કોઈ વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું નથી, ફક્ત પ્રશિક્ષિત લોકો અને નિષ્ણાતો જ તેને 15 મી સદીમાં બનાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. વાટકી અત્યંત નરમ અને સરળ છે, તે સમયથી તેની ચમક રેશમી અને રંગ-ડિઝાઇનથી ખૂબ વિશિષ્ટ છે.

Leave a Reply

Your email address will not be published.