લાંબા, ઘાટા, ભરાવદાર તેમજ ચમકદાર વાળ માટે જરૂરથી અજમાવવું જોઈએ આ ખાસ તેલ, ટૂંક સમય મા જ મળશે મનગમતું પરિણામ…

આપણા દાદી કે નાની તેલ થી વાળ પર નિયમિત રીતે મસાજ કરતાં હોય છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપના વાળ માટે તેલ કેટલું લાભદાયી છે. તે સિવાય તે આપણને તનાવથી દૂર રાખે છે તેની સાથે તે વાળને તંદુરસ્ત રાખવામા પણ મદદ કરે છે. વાળમાં તેલ લગાવવાથી વાળમાં ઘણું પોષણ મળે છે અને તે લાંબા, જાડા અને મજબૂત બનાવે છે.

તમારે વાળને મજબૂત બનાવવા હોય ત્યારે તમારે વાળમાં રોજે નિયમિત રીતે તેલ નાખવું જોઈએ. તેનાથી ખોડો, સૂકા વાળ અને વાળ ખારવા કે તૂટવા જેવી સમસ્યા હોય ત્યારે આપણે વાળ માટે કેટલાક ઉત્તમ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આ સમસ્યા દૂર થયા અને વાળનું રક્ષણ કરે.

નારિયેળ તેલ :

આ તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ રહેલા હોય છે. તે વાળના મૂળમાં અને ટાળવામાં લગાવવાથી તે ત્વચા પર રહેલા બેક્ટેરિયા અને ફૂગને દૂર કરવામાં મદદ કરે છે. તેની સાથે તે વાળને તૂટતાં રોકે છે. તેમાં ચરબી વાળું એસિડ રહેલું હીય છે તેનાથી વાળને પોષણ મળે છે. તેની સાથે તે વાળને સુંદર અને ચમકીલા બનાવે છે.

જોજોબા તેલ :

આ તેલ હાઇપો એલર્જેનિક તેલ છે. તે વાળને વધારે મજબૂત કરે છે. તેનાથી વાળને જોઈતા પ્રમાણમાં પોષણ મળે છે. તે વાળને કોઈ પણ જાતના નુકશાનથી બચાવે છે. તેના માટે સપ્તાહમાં બે દિવસ વાળમાં આ તેલ લગાવીને તેની માલીસ કરવી. તેનાથી વાળની લંબાઈ વધે છે.

ઓલિવ ઓઇલ :

આ તેલ વાળ માટે ઉત્તમ ગણાય છે. તે મૂળમાં પોષણ આપે છે. તેથી તેના વિકાસમાં ખૂબ મદદગાર સાબિત થયા છે. તેમાં વિટામિન એ, ઓલિક એસિડ અને એન્ટી ઓક્સિડંટ રહેલું હોય છે. તે વાળને મજબૂત બનાવે છે. તેના માટે તમારે વાળ ધોવાના બે કલાક પહેલા આને વાળમાં લગાવીને તેને શેમ્પૂથી ધોઈ લેવું તેનાથી વાળનો વિકાસ જલ્દી થાય છે.

એરંડાનું તેલ :

આ તેલમાં વિટામિન ઇ, ખનીજો અને પ્રોટીન રહેલું હોય છે. આ સિવાય તેમાં એન્ટી માઇક્રોબાયલ નામનો ગુણધર્મો પીએન રહેલા છે. તે વાળમાં ખોડો થવા દેતું નથી. આના તેલથી વાળની ત્વચા પર લોહી પરિભ્રમન સુધરે છે. તેનાથી વાળમાં ભેજ બનાવી રાખે છે. આ માટે તમારે હાલવા હાથે વાળના મૂળમાં મસાજ કરવું જોઈએ તેનાથી વાળને બધી સમસ્યાથી બચાવે છે.

તલનું તેલ :

આયુર્વેદમાં આ તેલનું ખૂબ મહત્વ રહેલું છે. તે વાળ માટે શ્રેષ્ઠ ઉપચાર છે. આ તેલમાં એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો રહેલો હોય છે. તે ટાળવાની ત્વચા પર લગાવથી કોઈ પણ જાતના ચેપથી બચી શકાય છે. આની અંદર વિટામિન એ રહેલું હોય છે. તે વાળને ખોડા રહિત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published.