દેશની સૌથી સુંદર મહિલા રાજકારણીઓ, જેમની આગળ બોલીવુડની એક્ટ્રેસ પણ છે ફેલ

જ્યારે પણ મહિલાઓની સુંદરતાની વાત થતી હોય ત્યારે સૌથી પહેલાં દરેકના મનમાં કોઈ બોલીવુડ કે હોલીવુડ એક્ટ્રેસના ચહેરા જ આવે છે. બોલીવુડની ઘણી અભિનેત્રી બહુ સુંદર છે તેમાં કોઈ શક નથી. પણ ભારતમાં અમુક એવા મહિલા રાજનેતાઓ છે જેમની સુંદરતા આગળ બોલીવુડ એક્ટ્રેસ પણ પાછળ રહી જાય. જો કોઈ રાજનેતા તેમની સુંદરતાના કારણે ઓળખાય ત્યારે સૌ કોઈની નજર તેમના પર અટકી જાય છે. ત્યારે આજે આપણે દેશના એવા જ મહિલા રાજનેતાની વાત કરીશું જેમની સુંદરતા આગળ અભિનેત્રીઓ પણ ઝાંખી પડી જાય છે.

હિના ચૌહાણ, અમદાવાદઃ દેશમાં સુંદર મહિલાઓની કોઈ કમી નથી. એવી ઘણી મહિલાઓ છે જેમણે મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સના એવોર્ડ પોતાના નામે કર્યાં છે. સાથે જ દેશમાં એવી ઘણી મહિલા રાજનેતા છે જેમની સુંદરતા કોઈ અપ્સરાથી ઓછી નથી. ત્યારે આજે આપણે અહીં એવી જ સુંદર મહિલા રાજનેતાઓ વિશે વાત કરીશું જે પોતાની સુંદરતાના કારણે ખુબ ચર્ચામાં રહે છે.

1. અંગૂરલતા ડેકા

અંગૂરલતા ડેકા મોડેલ અને એક્ટ્રેસની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સુંદર મહિલા રાજનેતા છે. અંગૂરલતા ડેકાએ બંગાળી અને અસમિયા ફિલ્મોમાં કામ કરેલું છે. ડેકાએ વર્ષ 2016માં અસમમાં બતદ્રોબા મતદાન વિસ્તારમાંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ મહિલા રાજનેતાને ગીત ગાવાનું ખૂબ પસંદ છે. જેથી તેમને ઘણા ગીત પણ ગાયેલા છે. અંગૂરલતા ડેકા સુંદર મહિલા રાજનેતાના લિસ્ટમાં આવે છે. તેમનો સુંદર ફોટો જોઈને જ એ વાત સાચી પડે છે.

2. અલ્કા લાંબા

અલ્કા લાંબા આમ આદમી પાર્ટીની નેતા છે. તે કોલેજના દિવસોથી રાજકારણમાં રૂચી ધરાવે છે. 1995માં અલ્કા લાંબા ડીયૂ છાત્ર સંઘના નેતા પણ રહ્યા હતાં. આ સાથે જ તેમણે 1997માં કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના અધ્યક્ષની પણ જવાબદારી સંભાળી હતી. 2013માં અલ્કા લાંબા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. પોતાના અક્રમક વલણની સાથે સુંદરતાના કારણે પણ અલ્કા લાંબા ચર્ચામાં છે.

3. દિવ્યા સ્પંદના એટલે કે રામ્યા

દિવ્યા સ્પંદના સાઉથ સિનેમાનો એક જાણીતો સુંદર ચહેરો છે. દિવ્યાને ફિલ્મ જગતમાં રામ્યાના નામથી ઓળખવામાં આવે છે. દિવ્યાએ 2013માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યના રૂપે કર્ણાટકના માંડ્યા વિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી. દિવ્યા સ્પંદનાએ તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

4. ડિંપલ યાદવ

જ્યારે વાત ખૂબસુરત મહિલા રાજનેતાઓની કરવામાં આવે ત્યારે અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવનું નામ પણ મોખરે છે. હંમેશા સાડીમાં જોવા મળતા ડિંપલ યાદવની ખુબસુરતીની વાત જ કંઈક અનોખી છે. ડિંપલ ખૂબ જ સુંદર અને ગ્લૈમર રાજનેતા છે. જેઓ કન્નોજથી બે વખત સમાજવાદી પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે.

5. ગુલ પનાગ

ગુલ પનાગ એક્ટ્રેસની સાથે રાજનેતા પણ છે. ગુલ પનાગ એક બોલ્ડ મહિલાના રૂપથી ઓળખાય છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ચંદીગઢથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

6. નુસરત જહાં

નુસરત જહાં એક ગ્લૈમર ભારતીય ફિલ્મ અભિનેત્રી અને રાજનેતા છે. નુસરતે 2019માં TMCથી લોકસભા ચૂંટણી લડી અને જીત મેળવી હતી. નુસરતની સુંદરતા આગળ મોટી મોટી બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછી પડે છે.

7.મિમી ચક્રવર્તી

મિમી ચક્રવર્તી એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે બંગાળી ફિલ્મજગતથી છે. તેમને 2019મા TMC ઉમેદવાર તરીકે રાજનીતિમાં પગલું માડ્યું હતું. મિમી ચક્રવર્તી 2019મા લોકસભા ચૂંટણી જીતીને જાદવપુર સીટના સાંસદ બન્યા હતાં. જે એક અભિનેત્રી અને રાજનેતા છે જેમની સુંદરતાના સૌ કોઈ વખાણ કરે છે.

8. રીતિ પાઠક

જ્યારે સુંદર મહિલા રાજનેતાની વાત થતી હોય ત્યારે ચોક્કસથી રીતિ પાઠકનું નામ આવે. રીતિ પાઠક જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. જેમણે પહેલી વખત 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવીને જીત હાંસલ કરી હતી. 2019માં બીજી વખત તેઓ લોકોસભા ચૂંટણીમાં વિજેતા થયા હતાં. તેમની સાદગી અને સુંદરતા આગળ બોલીવુડની શાનદાર અભિનેત્રીઓ પણ પાછી પડે છે.

9. દીયા કુમારી

દીયા કુમારી જે ભારતીય મહિલા રાજનેતા છે. આ સુંદર મહિલા રાજનેતાની આગળ સારી સારી સુંદરીઓ ફીકી પડી જાય છે. દીયા કુમારી રાજસમન્દથી લોકસભા સાંસદ છે. આ પહેલા પૂર્વ રાજસ્થાન વિધાનસભામાં સવાઈ માધોપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જયપુરની રાજકુમારી દિયા કુમારી જયપુરના મહારાજા સવાઈ સિંહ અને મહારાણી પદ્મિની દેવીના પુત્રી છે.

10. પ્રિયંકા ચતુર્વેદી

દેશમાં જ્યારે સુંદર મહિલા રાજનેતા કે પછી અભિનેત્રીઓની વાત થતી હોય ત્યારે પ્રિયંકા ચતુર્વેદીનું નામ અવશ્ય આવે છે. પ્રિયંકા ચતુર્વેદીના દેખાવ આગળ સારી સારી સુંદરીઓ પાછી પડી જાય. શિવસેનાના રાજ્યસભાના સાંસદ છે પ્રિયંકા ચતુર્વેદી. પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસનો સાથ છોડીને શિવસેનાનો હાથ પકડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *