ટૈરો રાશિફળ : સપ્તાહની શરુઆત મેષ રાશિના જાતકોને આપશે મિશ્ર પરિણામ, જાણો અન્યના કેવા છે હાલ

ટૈરો રાશિફળ : સપ્તાહની શરુઆત મેષ રાશિના જાતકોને આપશે મિશ્ર પરિણામ, જાણો અન્યના કેવા છે હાલ

મેષ –

આજે મિશ્ર પરિણામ આપનાર દિવસ રહેશે. અચાનક સફર પર જવું પડી શકે છે. ઓફિસના કામકાજમાં દબાવ આવી શકે છે, થાક અને સુસ્તી પણ જણાશે. સામાન્ય સ્ટોર્સમાં કામ કરતા ડીલરોને સ્ટોક વધારવાની જરૂર છે. યુવાનોએ માતાની વાતને અવગણવી ન જોઈએ. તેમની સાથે આદર સાથે વર્તન કરો. વિદ્યાર્થીઓ હવે પરીક્ષાઓની તૈયારી માટે સખત મહેનત કરવાનું શરૂ કરે તે જરૂરી છે. સ્વાસ્થ્યમાં બીપી અથવા હાયપર ટેન્શન રહેતું હોય તેવા લોકોને ક્રોધ અથવા થાકથી દૂર રહેવાની જરૂર છે. બાળકના ભવિષ્ય વિશે ચિંતા થઈ શકે છે. વરિષ્ઠ નાગરિકોના અભિપ્રાયથી નિર્ણય લેવાનું ફાયદાકારક રહેશે.

વૃષભ –

ભાગદોડમાં આજનો તમારો સમય વ્યર્થ થઈ શકે છે. જો નોકરી સાથે સંકળાયેલા લોકોનું કાર્ય તેમના અનુસાર ન ચાલે તો ધીરજ રાખો અને તેને આવનારા સમય પર છોડી દો. બિનજરૂરી તાણ તમને તમારા કામથી વિચલિત કરી શકે છે. તે લોકો કે જેઓ વ્યવસાયમાં સરકાર સાથે સંબંધિત કોઈ કામ કરી શક્યા ન હતા તો આજે તમારા પ્રયત્નો સફળ થશે. યુવાનો માટે પણ દિવસ વધારે સફળતા આપે તેવું લાગતું નથી, પરંતુ ધ્યાન ન રાખવું પણ નુકસાનકારક રહેશે. માથાનો દુખાવો જેવી સમસ્યાઓ અગવડતા લાવી શકે છે. પરિવારના સભ્યો સાથે લાંબા ગાળાની યાત્રા પર જવાનું આયોજન કાળજીપૂર્વક થવું જોઈએ.

મિથુન –

આજે સહકાર બદલ આભાર કહેવાનો અને દરેકને ખુલ્લા મનથી સ્વીકાર્યાનો અનુભવ કરવાનો દિવસ છે. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યની સફળતા લગભગ નિશ્ચિત છે. ઓફિસમાં તમારા જુનિયરો તમારી પ્રગતિમાં સહકાર આપી અને તમને માન આપશે. નોકરીમાં ઝડપથી બદલાવ થવાની સ્થિતિ હોય તેવું લાગે છે. આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ વેપારીઓ માટે સારી થવાની સંભાવનાઓ સર્જાશે. જો યુવાનોએ ક્યાંક નોકરી માટે અરજી કરી છે તો સારા સમાચાર મળવાની સંભાવના છે. કાર્યસ્થળ પર નિયમોની અવગણના ન કરો. અનિદ્રાને લીધે શારીરિક થાક રહેશે. પરિવારમાં વ્યર્થ વાદ-વિવાદ અથવા દલીલોના કારણે વાતાવરણ અશાંત બની શકે છે.

કર્ક –

આર્થિક અને સામાજિક લાભ મેળવવા માટે વ્યક્તિએ તેની પ્રવૃત્તિ પ્રત્યેની જાગૃતિ અને યોગ્યતા બતાવવી પડે છે. આજે વિરોધીઓ તમારો દોષ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેથી શ્રેષ્ઠ પ્રદર્શનથી તેમને હરાવવા માનસિક સ્થિતિ બનાવો. કપડાના ક્ષેત્રે કામ કરનારાઓ માટે આજનો દિવસ સારો રહેશે. ભાગીદારીમાં કામ કરતી વખતે નિર્ણયોમાં સહમતી જરૂરી છે. નવા ટ્રેન્ડ પ્રમાણે કોર્સ પસંદ કરતી વખતે યુવાનોએ ભવિષ્યને પણ ધ્યાનમાં લેવું પડશે. સ્વાસ્થ્યમાં ઘૂંટણ અથવા હાડકામાં દુ:ખાવો થઈ શકે છે. જો તમે કોઈ કૌટુંબિક વિવાદમાં ફસાઈ ગયા છો તો પછી તમે જીવનસાથી સાથે અથવા ઘરની નજીકના લોકો સાથે પોતાની વાત શેર કરીને સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો.

સિંહ –

આજે ખંત અને સમજદારી સાથે લીધેલા નિર્ણયથી સફળતા મળશે. મીડિયા અથવા સમાજ સેવા સાથે જોડાયેલા લોકોનો દિવસ સફળ રહેશે. ધંધાની દ્રષ્ટિએ કામનું ભારણ વધતું જણાય છે, પરંતુ ટૂંક સમયમાં આ થાક દૂર થઈ જશે. ટાઇમ ટેબલ મુજબ વિદ્યાર્થીઓને સંખ્યાના આધારે નબળા વિષયો વાંચવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને તમે મોટી બીમારીની પકડમાં આવી શકો છો. અપરિણીત લોકોના લગ્નની વાત આગળ વધી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે સાવધાન રહેવું પડશે. દંપતિ માટે દિવસ આનંદદાયક છે, તેમની સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરો.

કન્યા –

આજે પૂર્ણ નિશ્ચય કરી અને પડકારોનો સામનો કરો. હાલની પરિસ્થિતિઓને જોતા જરૂરી છે કે કાર્યસ્થળ પર બોસ સાથે વિવાદમાં પડવાનું ટાળો. કારણ કે આ બાબતે તમારે તેનો ઠપકો પણ સાંભળવો પડી શકે છે. ટીમ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરો અને દરેક સાથે સહકારભર્યું વલણ અપનાવવાનું રહેશે. સાંજ સુધીમાં આખા દિવસની મહેનત ફળદાયી સાબિત થશે. ધંધા અને નોકરી બંને તરફથી સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં કબજિયાત અને ગેસ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ડોક્ટરની સલાહ પર જરૂરી દવાઓ લઈ અને સાવચેતી લો. પરિવારમાં દરેકનો સહયોગ મળશે.

તુલા –

આજે નફો મેળવવા માટે ખોટો માર્ગ પસંદ ન કરો. વિરોધીઓ તમને ભડકાવીને વિવાદની પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરશે, આવી પરિસ્થિતને ઊભી થવા દેવાનું ટાળો. ઓફિસમાં કામ કરતી વખતે કોઈપણ નિયમ તોડશો નહીં. વેપારીઓએ ગ્રાહકની પસંદગીને સંતોષવાનો પ્રયાસ કરવો. ગિફ્ટ આઈટમ અથવા સજાવટના સામાનનો ધંધો કરનારાઓને ખૂબ સારો નફો મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર ધ્યાન વધારવાની જરૂર છે, સમય સારો છે અને જલ્દી સફળતા મળી શકે છે. ઘરમાં ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવશે.

વૃશ્ચિક –

આજે પરીજનો અને મિત્રોનો સંપર્ક કરવો જોઇએ. જો તમે બધાના સંપર્કમાં રહેશો તો તે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તમારા કામ પ્રત્યે જાગૃત રહેવું જરૂરી. વેપારી વર્ગને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. વધુ ને વધુ સંપર્કો વિકસિત કરવાથી ધંધો દિવસ-રાત ચાર ગણો વધશે. સમયાંતરે તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરતા રહો. પડવા વાગવાથી હાથ અને પગની ઈજા ન થાય તે વાતનું ધ્યાન રાખો. જો તમે મશીન સંબંધિત કોઈ કામ કરો છો તો વધારે જાગૃત રહેવાની જરૂર છે. હાથમાં ઈજા થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક, કમ્પ્યુટર, ટીવી લેપટોપ, મોબાઇલ એસેસરીઝનો ધંધો કરો છો તો કિંમતી ચીજો પર નજર રાખવી.

ધન –

આજે મનને ખાસ કરીને સંયમિત અને શાંત રાખવાની જરૂર છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો જેથી તમે બોસના વિશ્વાસુ બનશો. ભાગ્ય વૃદ્ધિ થશે અને તે તમને પ્રગતિ તરફ લઈ જશે. મોટી ચિંતા અને સમસ્યા કરતાં વધારે નાની વસ્તુઓ વિશે સાંભળ લેવી જરૂરી છે. ધ્યાનમાં રાખો કે તમારી નમ્રતા તમને સફળ બનાવશે. બીજી બાજુ અચાનક પગમાં દુખાવો આરોગ્યની ચિંતાઓ વધારી શકે છે. નાણાંકીય મુશ્કેલીઓના કારણે મન પરેશાન થઈ શકે છે, પરંતુ ઘરના સભ્યોની આર્થિક મદદને કારણે તમે રાહત અનુભવશો.

મકર –

આજે દરેક વ્યક્તિ સાથે નમ્રતાથી વાત કરવી જોઈએ. અહંકાર અને ક્રોધ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આવા જાહેર જીવનમાં અથવા પોતાને સર્વોપરી તરીકે માનવું નુકસાનકારક હોઈ શકે છે. ઓફિસમાં પ્રેમાળ વાતાવરણ જાળવશો. તમારે કોઈના મુદ્દાને સમજદારી સાથે હલ કરવો પડશે. નોકરીમાં પરિવર્તન આવી શકે છે. ઓફિસના કામની ચિંતા ઘરે ન લાવો. તમને ભૂતકાળમાં કરેલા આયોજનમાં સફળતા મળવશો. વ્યવસાયિક બાબતોમા તમારી ક્ષમતાઓ વધારી આગળ વધવું. ખભામાં દુખાવો હેરાન કરી શકે છે. આરામ કરવો વધુ સારું રહેશે. ઘરના કામમાં વધારે ખર્ચ થઈ શકે છે.

કુંભ –

આજે કોઈ પણ સ્પર્ધા વિના તમારે ફક્ત તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો પ્રયત્નો ઘટી રહ્યા છે તો આળસ ન કરો. તમારે સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સખત મહેનતથી કરવામાં આવતા દરેક કાર્યનું પરિણામ સુખદ રહેશે. ઓફિસનું વાતાવરણ ઠંડુ રાખો જે લોકો ચામડાની ધંધો કરે છે તેમને સાવચેતી રાખવાની જરૂર છે, આર્થિક નુકસાન થઈ શકે છે. લેખનમાં સામેલ લોકો માટે સમય અનુકૂળ છે. યુવાનોએ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. જો ત્વચામાં કોઈ સમસ્યા હોય તો ઘરના બિનજરૂરી ઉપાયોથી બચી ડોક્ટરની સલાહ લેવી. સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરો.

મીન –

આજે ધૈર્યનો અભાવ નહીં ચાલે, તમારા પર ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને મોટી જવાબદારીઓ આવી શકે છે. ધીરજ ગુમાવવી તમને નુકસાન પહોંચાડી શકે છે. આનું પરિણામ એ હોઈ શકે છે કે સખત મહેનત કર્યા પછી પણ તમને જોઈતા પરિણામો નહીં મળે. જો તમને ધારણા મુજબ ધંધાકીય મહેનતનું પરિણામ નથી મળતું તો સખત મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં. ધંધામાં વધારો થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાર્ટના દર્દીઓએ જાગૃત રહેવાની જરૂર છે. ખૂબ જલ્દી વધારે ગુસ્સો કરવાનું ટાળવું. પારિવારિક જીવનમાં સંબંધોનું ગૌરવ જાળવવું નહીં તો અણબનાવની સ્થિતિ સર્જાય શકે છે.

Leave a Reply

Your email address will not be published.