હોસ્ટેલમાં છોકરા-છોકરીઓની મસ્તીનો વાયરલ થયો Video, જુઓ ફ્રી ટાઈમમાં શું કરે છે
સોશિયલ મીડિયાની દુનિયા એકથી એક ચડિયાતા વીડિયોથી ભરેલી છે. વિપુલ પ્રમાણમાં વીડિયો રોજે રોજ અપલોડ કરાતા હોય છે. જેમાંથી કેટલાક વીડિયો ભાવુક કરી નાખે તેવા હોય છે તો કેટલાક એવા પણ હોય છે કે તમારું હસવું જ બંધ ન થાય.
આવો જ એક મજેદાર વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાયેલો છે. વીડિયો છોકરીઓ અને છોકરાઓની અલગ અલગ હોસ્ટેલ સંલગ્ન છે. જેમાં બંને એવા અંદાજમાં મસ્તી કરતા જોવા મળે છે કે જેને જોઈને તમે ખડખડાટ હસી પડશો. વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પહેલી ફ્રેમમાં ગર્લ્સ હોસ્ટલ દેખાડવામાં આવી છે. જોઈ શકાય છે આખી રાત અભ્યાસ કર્યા બાદ જ્યારે છોકરીઓ ફ્રેશ થવા માટે ઉઠી તો મસ્તી કરવા લાગી. જેમાંથી કોઈ ડાન્સ કરે છે તો કોઈ સેલ્ફી લેવામાં મસ્ત છે.
ફ્રેમમાં બે છોકરીઓનું ડાન્સ કરતા જોવું સૌથી વધુ મજેદાર લાગે છે. બીજી ફ્રેમમાં હોસ્ટલની બધી છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં કોઈ બેડ પર નાચે છે તો કોઈ હોસ્ટેલના કોરિડોરમાં ફની હરકત કરવા લાગે છે.
વીડિયોની ત્રીજી ફ્રેમ બોય્ઝ હોસ્ટલની છે જે સૌથી વધુ મજેદાર છે. જેમાં જોઈ શકાય છે કે અભ્યાસમાંથી થોડો સમય મળ્યા બાદ તરત બધા એક જગ્યાએ ભેગા થાય છે અને ભારત માતા કી જય ના સૂત્રોચ્ચાર કરે છે. અવાજ એટલો મોટો છે કે જે હોસ્ટેલથી દૂર પણ સંભળાય છે. ત્યારબાદ વંદે માતરમનો જયકારો સંભળાય છે. ફ્રેમમાં ત્યારબાદ જે જોવા મળે છે તે ખુબ મજેદાર છે.
View this post on Instagram
વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જોવાઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના પેજ ઉપર પણ અપલોડ કરાયો છે. જ્યાં નેટિઝન્સ ઢગલો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.