
MI કંપનીના મોબાઈલના કારણે એક યુવતીની સગાઇ તૂટી હોવાનું કોલ રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. સાસરીયા પક્ષ દ્વારા યુવતીને સગાઇ નક્કી થતા MI કંપનીનો મોબાઈલ આપવામાં આવ્યો છે. જેથી યુવતીની બહેને MIના ફોનને લઇને સાસરીયાને ઠપકો આપ્યો હતો. આ કોલ રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ કોલ રેકોર્ડીંગમાં હિનાની બહેને યુવતીના સાસુ અને સસરા સાથે વાતચીત કરી હતી. ત્યારે મોબાઈલના કારણે સગાઇ તૂટી હોવાના કારણે કથાકાર જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી પણ કોઈનું નામ લીધા વગર મોબાઈલ પણ સગાઇ તોડી શકે છે. તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.
જીગ્નેશ દાદાએ કહ્યું હતું કે, હમણાંથી મીડિયામાં નવું વાયરલ થયું છે. તમે વિચાર કરો આપણી માનસિક વૃત્તિ ક્યા જઈને ઉભી રહી છે. ભારતવર્ષમાં એક નવી દિવાળી સર્જાઈ રહી છે કે, રામ જન્મભુમીમાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. જીવન કેવું જીવવું તેનું મોટું ઉદાહરણ આ ધરતી પર ઉભું થઇ રહ્યું છે. પણ આપણી માનસિકતા તો તમે જુઓ. સગાઇ કરી અને સગાઇ પછી MI કંપનીનો મોબાઈલ આપ્યો ત્યાં તો સગાઇ તોડી નાંખી. તમે વિચાર કરો. આ વાસ્તવિક ઘટના છે હમણાંની. કારણ શું આપ્યું છોકરીની બહેને દીકરાના પિતા સાથે વાત કરી કે, તમે MIનો મોબાઈલ આપ્યો તેમાં બહેનની આબરૂ શું.
જીગ્નેશ દાદાએ વધુમાં કહ્યું હતું કે, શૈલેશભાઈ સતપરિયાને યાદ કરવા પડે તેમને લખાણ લખ્યું હતું કે, MIનો મોબાઈલ હાથમાં રાખવાથી આબરૂ ન થતી હોય તો ડૉક્ટર અબ્દુલ કલામ અને રતન ટાટા સાવ મોબાઈલ વગરના હતા. એટલે શું તેનો અર્થે એમ થયો કે, તેમની પાસે મોબાઈલ ન હોતો. એને એપલનો ફોન માગ્યો. આ સંવાદમાં છોકરાની માતાએ છોકરીની બહેનને જે જવાબ આપ્યો તે મને ગમ્યો.
એટલું કહ્યું કે, આપણે આ સંબંધ અહિયાં જ ઉભો રાખી દઈએ. સામે વાળાએ કહ્યું અમે અમારી દીકરીને જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ અમે લઇ દીધી છે. એટલે છોકરાની માતાએ કહ્યું કે, અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે, તમને ખૂબ સુખી સંપન્ન ઘર મળે કે, તમારી દીકરીની બધી આશા અને અપેક્ષા પૂર્ણ થાય પણ અમે અહીંયા આ સંબંધને પૂર્ણ વિરામ આપીએ છીએ. તમે વિચાર કરો આપણી માનસિકતા કે, એક મોબાઈલના કારણે પણ સંબંધ તૂટી જાય છે.