રોજ સવારે 3 લાખ રૂપિયાની ચા પીવે છે નીતા અંબાણી, બાકી દિવસના ખર્ચ સાંભળીને તો તમારા હોંશ ઉડી જશે…

મુકેશ અંબાણી, દેશમાં આ નામ કોણ નથી જાણતું? અથવા કહો કે વિશ્વમાં આ નામ કોણ નથી જાણતું. મુકેશ અંબાણી નામ દુનિયાભરમાં જેટલું પ્રખ્યાત છે, એટલું જ પ્રખ્યાત નીતા અંબાણીની જીવનશૈલી છે. નીતા એ દેશની સૌથી શક્તિશાળી બિઝનેસવુમન છે. આજે નીતા અંબાણીની જીવનશૈલીનો કોઈ બોલીવુડ સ્ટાર સ્પર્ધા કરી શકતું નથી.

આજે નીતા અંબાણીએ ભલે રોયલ લાઇફ જીવતી હોય, પરંતુ એક સમય હતો જ્યારે એક શાળાની સામાન્ય શિક્ષિકા હતી. પણ તેમનું ભાગ્ય એક દિવસ એવું બદલાઈ ગયું છે અને આજે તેને દરેક વ્યક્તિ ઓળખે છે. આજે અમે તમને નીતા સાથે જોડાયેલી જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, નીતા અંબાણી એક સામાન્ય પરિવારની દીકરી હતી.તેને ડાન્સનો ખૂબ શોખ હતો, તેથી તે ભરત નાટ્યમ કરતી હતી. તેણે ઘણા શો કર્યા છે. એમાંના જ એક શો દરમિયાન, તે એકવાર પત્ની કોકિલાબેન સાથે એક કાર્યક્રમમાં મુકેશ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી પાસે પહોંચી હતી. અહીં તેમણે નીતાને જોઇ અને તેને જોતાં જ તે ગમી ગયા અને નીતાને તેના ઘરની પુત્રવધૂ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.

પછી તો શું હતું? નીતાના લગ્ન દેશના સૌથી મોટા પરિવારમાં થયા. ત્યારથી, દરેક નીતાની જીવનશૈલીના દિવાના છે. નીતા અંબાણી પરિવાર તેમજ ધંધામાં પણ પતિ મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે. નીતા તેની ફિટનેસ ઉપર પણ ઘણું ધ્યાન આપે છે. તેમના દિવસના ખર્ચ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આપણામાંના ઘણા લોકો ફક્ત એક જ દિવસનો ખર્ચ કરે તેટલું એક વર્ષનો પગાર નહીં કમાય.

સામાન્ય લોકોની જેમ નીતા અંબાણી પણ દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. પરંતુ તે જે ચા પીવે છે તે આપણા જેવી-તેવી નથી. તેમની એક કપ ચાની કિંમત તમારા વાર્ષિક પગાર જેટલી છે. જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ, નોરીટિકના કપમાં નીતા અંબાણી ચાનો આનંદ માણે છે, આ કપની બોર્ડર સોનાની બનેલી છે.

નીતા અંબાણી પાસે વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડનો પર્સ છે. તેને મોંઘા પર્સ, સેન્ડલ અને પગરખાં ગમે છે. પેડ્રો, ગોયાર્ડ, ચેનલ, જિમ્મી ચૂ કેરી, વગેરે. તેની પાસે વિશ્વના તમામ ખર્ચાળ બ્રાન્ડના જૂતા અને સેન્ડલ છે. કેટલાક સમાચારનુસાર, નીતા એકવાર પહેરેલા જૂતા બીજી વખત નથી પહેરતી. નીતાને જ્વેલરી પહેરવાનો પણ ખૂબ શોખ છે. તે હંમેશાં સોના અને ડાયમંડ જ્વેલરી રાખે છે. તેમની પાસે લાખોથી કરોડોની જ્વેલરી છે.

નીતા અંબાણી પાસે રાડો, કૉલ્વિન, કાર્ટીઅર, બલ્ગારી અને અન્ય ઘણી ખર્ચાળ ઘડિયાળોનું કલેક્શન છે. તમને જણાવી દઇએ કે, નીતા અંબાણીએ પુત્રના લગ્નમાં 40 લાખ રૂપિયાની ડિઝાઇનર સાડી પહેરી હતી. તેને પહેરેલી આ સાડીને ગિનીસ રેકોર્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાડી તૈયાર કરવામાં એક વર્ષ કરતા વધુ સમય લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.