આ વ્યક્તિએ અંબાણીને જ કરોડોનો ચૂનો લગાડી દીધો, હવે EDએ રાજકોટની સંપત્તિ પર કરી કાર્યવાહી

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ સાથે છેતરપિંડીનો કેસ સામે આવી રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે કલ્પેશ દફતરી અને તેણે મોટા મોટા દાવા કરીને રિલાયન્સને જ કરોડોનો ચૂનો લગાવી દીધો.

  • રિલાયન્સ સાથે છેતરપિંડીની ઘટના
  • કલ્પેશ દફતરી નામક વ્યક્તિ પર આરોપ
  • EDએ રાજકોટ અને મુંબઈની સંપત્તિ પર કરી કાર્યવાહી

ખોટા લાયસન્સનો ખેલ પકડાયો

કલ્પેશ દફતરીએ સંકલ્પ ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડ નામથી એક કંપની સ્થાપી જેમાં તે પોતે ડાયરેક્ટર હતો. આ વ્યક્તિ સામે હવે EDએ કાર્યવાહી ચાલુ કરી દીધી છે જેમાં રાજકોટમાં સ્થિત ચાર કોમર્શિયલ પ્રોપર્ટી અને મુંબઈનું એક બિઝનેસ પરિસર કુર્ક કરવામાં આવી છે.

કલ્પેશની સાથે અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા

EDના આરોપ અનુસાર આ વ્યક્તિને તેના સાગરીતો સાથે મળીને વિશેષ કૃષિ અને ગ્રામોદ્યોગ યોજના સાથે 13 લાયસન્સમાં ગોલમાલ કરી અને તેને રિલાયન્સને વેચી મારી. કલ્પેશના આ મોટા કૌભાંડમાં નિયાઝ અહેમદ, પીયૂષ વિરમગામા અને વિજય ગઢિયા જેવા ચર્ચાઇ રહ્યા છે.

કરોડો રૂપિયાની હેરાફેરી

તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ ખોટા લાયસન્સ વેચવાના બદલામાં આરોપીઓને 6.8 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમ આરોપીઓએ કેટલીય કંપનીઓમાં ફેરવ્યા અને પછી તે પૈસાનો ઉપયોગ કર્યો. એક કંપનીમાંથી નાણાં બીજી કંપનીમાં ફેરવતા રહ્યા.

CBIએ દાખલ કર્યો કેસ

ANIઅનુસાર EDએ આ મુદ્દા પર પ્રેસ રીલીઝ જાહેર કરી છે જેમાં કહેવામાં અવાયું છે કે CBIએ પણ FIR નોંધી છે. CBIએ IPCની ધારા 420, 467, 468, 471, 477A અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ના સેકશન 13(2) અને 13(1)(d) હેઠળ કેસ દાખલ કર્યો છે. જે બાદ EDએ તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.