વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયે રામ મંદિરના નિર્માણ માટે કર્યું આટલું મોટું દાન

રામ જન્મભૂમિ મંદિર (Ramjanmabhumi Mandir) નિર્માણમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર (Salangpur Hanumanji) ખાતેથી વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાય (vadtalvasi swaminarayan cult) દ્વારા 1 કરોડ 1 લાખનું દાન સેવાર્થ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું છે. વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ, જુનાગઢ, ગઢડા અને સાળંગપુર મંદિર દ્વારા સંયુક્ત રીતે દાન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોતમ સ્વામી, આત્માનંદ સરસ્વતી, પાળીયાદ વીહળાનાથ જગ્યાના ભયલુભાઈ, આરએસએસ ના ડો. જયંતિભાઈ સહિત ગઢડા, જુનાગઢ, વડતાલ, સાળંગપુર સહિત તમામ વડતાલ વાસી સંપ્રદાયના સંતો મહંતો આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા.

શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી (અથાણાં વાળા) અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં સાળંગપુર ખાતેથી વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 1 કરોડ 1 લાખનું માતબર સેવાર્થે દાન આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ પ્રખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ સ્વામી અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી વિશેષ સભા રાખવામાં આવી હતી જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોતમ સ્વામી, આત્માનંદ સરસ્વતી મહારાજ, પાળીયાદ જગ્યાના ભયલુભાઈ, આરએસએસના ડો. જયંતીભાઈ, ચેતનભાઈ રામાણી સહિતના અનેક ધામના સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ ઉપસ્થિત આગેવાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ, સાળંગપુર અને ગઢડા તેમજ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 1 કરોડ 1 લાખનું માતબર રકમનું સેવાર્થે દાન કરવામાં આવ્યું. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સભાનુ આયોજન કરાયું હતું જેમાં નીત્યસ્વરૂપસ્વામી સરધાર વાળાએ ઘરસભા યોજી હતી અને આ સભા અંતર્ગત જેમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મી નારાયણ દેવ ટ્રસ્ટ વડતાલ મંદિર તેમજ ગોપીનાથજી દેવ ટ્રસ્ટ ગઢડા મંદિર અને રાધા રમણ દેવ ટ્રસ્ટ જુનાગઢ મંદિર અને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે 1 કરોડ 1 લાખનું માતબર રકમનું સેવાર્થે અયોધ્યા ખાતેના રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં સમર્પણ નિધિ અર્પણ કરી દાન આપવામાં આવ્યું.

આ દાન નિધિ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાશે, જયારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે હું અહીંયા મંત્રી તરીકે નહીં, પણ સેવક તરીકે આવ્યો છું, વડાપ્રધાનના હસ્તે કરાયેલ ભૂમિપૂજનના કાર્યમાં વિશ્વમાંથી હિન્દુઓ યથાશક્તિ પ્રમાણે વ્યક્તિ સંસ્થાઓ-ધાર્મિક સંસ્થાઓ ફાળો આપે છે, આજનો 1 કરોડના માતબર દાન અર્પણ કાર્યક્રમ આજની ઘટના ઐતિહાસિક અને યાદગાર બની રહેશે, મારા જીવન ની આજે યાદગાર ઘટના છે, વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કરાયેલ દાન આપી અને દેશ ભાવના સાથે સેવાર્થે કાર્ય કરવા બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકાર વતી આભાર માનું છું.

વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસીસ્ટન્ટ કોઠારી સંત વલ્લભસ્વામિ દ્વારા જણાવાયું કે આજના દિવસે બધા મંદિરોએ સાથે મળીને આ સેવાર્થે કાર્ય કર્યું છે, જણાવતા આનંદ થાય છે કે નિધિ નું કોઈ મૂલ્ય નથી, ભાવનાનું મૂલ્ય છે, આપણે સૌ સાથે મળીને દેશ ગૌરવ લે હિન્દુ સમાજની વર્ષો જુની આ પરંપરા પુનઃ જીવંત બને તે માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે સૌને સહયોગ આપવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.