
આ વસ્તુમાંથી એક નહિ પણ બે-બે બુલેટ બનાવી ચુક્યો છે આ વ્યક્તિ, ફક્ત આ કારણ સર કરે છે આવું ટેલેન્ટેડ કામ.
કહેવાય છે ને કે દરેક વ્યક્તિની અંદર એક વિશેષ ટેલેન્ટ છુપાયેલું હોય છે. અને ભારતમાં તો તમને એકથી એક ચડિયાતા ઘણા કલાકાર મળી આવશે. ઘણા તો એટલા વધુ ટેલેન્ટેડ હોય છે કે માટીને પણ સોનું બનાવી દે છે. હવે કેરળના આ વ્યક્તિને જ લઇ લો. આ ભાઈએ લાકડામાંથી રોયલ એનફિલ્ડ બુલેટ બનાવી દીધી.
આપણે બધાએ લાકડામાંથી અલગ અલગ આકારમાં ફર્નીચર બનાવતા લોકોને ઘણી વખત જોયા હશે, પરંતુ આ વ્યક્તિનું ટેલેન્ટ અલગ જ લેવલ ઉપર છે. તેણે અસલી જેવી દેખાતી સુંદર રોયલ એનફિલ્ડ બુલેટ બનાવી એ પણ લાકડામાંથી. હાલ સોશિયલ મીડિયા ઉપર આ ભાઈની લાકડાની રોયલ એનફિલ્ડ બુલેટ ઘણી ફેમસ થઇ રહી છે.
આ અનોખું કામ કરવા વાળા વ્યક્તિનું નામ જિદહિન કરુલાઈ છે. તે ધંધાથી તો એક ઈલેક્ટ્રીશયન છે, પણ શોખ અને ટેલેન્ટની ભૂખને લઈને આ પ્રકારના કામ પણ કરે છે. કેરળના રહેવાસી જિદહિન કરુલાઈને લાકડાના ઢગલા માંથી સુંદર એવી રોયલ એનફિલ્ડ બુલેટ બનાવવામાં પુરા બે વર્ષ લાગી ગયા. તેમણે 24 મહિના રાત દિવસ મહેનત કરી અને તેનું પરિણામ તમારા બધાની સામે છે.
હાલ સોશિયલ મીડિયા ઉપર જિદહિનનું આ અનોખુ ટેલેન્ટ ઘણું ફેમસ થઇ રહ્યું છે. જેણે પણ લાકડાની આ બુલેટ જોઈ તે બસ જોતા જ રહી ગયા. સૌના મનમાં એ ચાલી રહ્યું છે કે આ ભાઈમાં તો ગજબનું ટેલેન્ટ છે. સૌથી ખાસ વાત એ છે કે, લાકડાની આ બુલેટને જોઈ ખબર જ નથી પડતી કે આ લાકડા માંથી બનેલી છે.
આ બુલેટના ટાયર બનાવવા માટે મલેશીયાઈ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને બીજી પેનલ્સ બનાવવા માટે રોઝવુડ અને ટીક વુડનો ઉપયોગ થયો છે. યુટ્યુબ ઉપર જિદહિનનો એક વિડીયો પણ રહેલો છે. તેમાં તમે તેમની મહેનતને નજીકથી જોઈ શકો છો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય પણ બનેલો છે.
જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જયારે જિદહિને લાકડા માંથી બુલેટ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા પણ તે આ રોયલ એનફિલ્ડ બુલેટનું એક બીજું મોડલ બનાવી ચુક્યા છે. ત્યારે પણ તેમની આ આવડતની ઘણી પ્રસંશા થઇ હતી. જિદહિનના આ કામને જોઈ એ સ્પષ્ટ થઇ જાય છે કે, જો માણસ મહેનત અને ધગશથી કામ કરે તો કાંઈ પણ અશક્ય નથી હોતું.
આમ તો તમને આ લાકડા માંથી બનેલી રોયલ એનફિલ્ડ બુલેટ કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેયર પણ કરજો.