યુવતી સાથે શારીરિક સંબંધો રાખ્યા છુટાછેડા કરાવ્યા અને પછી કહ્યું હું તો એન્જોય કરતો હતો

મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી અવાર નવાર હોટેલમાં લઇ જઇને દુષ્કર્મ કર્યા બાદ તરછોડી દીધી હતી. અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છુટાછેડા કરી લીધા હતા. આટલું જ નહીમાસુમ પુત્રનો કબજો કરી તેના પતિને સોંપ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પનાસ ગામ વિસ્તારમાં રહેતી અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતી 26 વર્ષીય પરિણીતા ઘર કંકાસને કારણે પતિથી અલગ રહેતી હતી. 2019 માં પરિણીતાનો મહારાષ્ટ્રમાં ગૌરવ અનીલ પાટીલ સાથે મુલાકાત થઇ હતી. ધીરે ધીરે બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ પરિણીતાને છુટાછેડા માટે જણાવ્યું હતું. પરિણીતાએ પતિ સાથે છુટાછેડા લઇને બાળકનો કબ્જો પણ તેના પતિને સોંપી દીધી હતી.

જો કે છુટાછેડા લીધા બાદ પણ બંન્ને અવાર નવાર શારીરિક સંબંધો બાંધતા હતા. મહિલાની ઇચ્છા નહી હોવા છતા પણ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. સપ્ટેમ્બર 2020 માં ગોરવને મળવા માટે ગામ ગઇ હતી. ગામથી 25 કિલોમીટર દુર લઇ ગયો હતો. ત્યાં તેને કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. માત્ર મજા કરવા જ તારી સાથે શારીરિક સંબંધો રાખ્યા હતા. તુ અહીંથી જતી રહે. મને તારા કરતા વધારે સારી છોકરી મળી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *