માત્ર 4 ફિલ્મમાં કામ કરનારી આ હૉટ એક્ટ્રેસે જુહુમાં બચ્ચનની બાજુમાં લીધી 39 કરોડની પ્રોપર્ટી, જાણો કોણ છે આ એક્ટ્રેસ?

રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે મુંબઇના જૂહુ વિસ્તારમાં 10 ડિસેમ્બર 2020ના દિવસે આ પ્રૉપર્ટી ખરીદી છે, અને સ્કીમમાં 14માં, 15માં અને 16માં ફ્લૉર પર અવેલેબલ છે

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી જ્હાન્વી કપૂરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે એક્ટ્રેસે મુંબઇના હાઇફાઇ ગણાતા વિસ્તાર જુહુ વિલે પાર્લેમાં મોંઘો ફ્લેટ ખરીદ્યો છે. કહેવાઇ રહ્યુ છે જુહુની એક સ્કીમમાં જ્હાન્વી કપૂરે 39 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે, અને આ એકદમ લક્ઝૂરિયસ પ્રોપર્ટીમાંની એક છે.

રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે મુંબઇના જૂહુ વિસ્તારમાં 10 ડિસેમ્બર 2020ના દિવસે આ પ્રૉપર્ટી ખરીદી છે, અને સ્કીમમાં 14માં, 15માં અને 16માં ફ્લૉર પર અવેલેબલ છે, જે અંદાજે 4,144 સ્ક્વેર ફીટ વિસ્તારમાં છે. ખાસ વાત છે કે આ પ્રૉપર્ટી બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અજય દેવગન, એકતા કપૂર સહિતના મોટા સ્ટાર્સના પાડોશમાં છે.

જ્હાન્વી કપૂરની વાત કરીએ તો 23 વર્ષીય એક્ટ્રેસે બૉલીવુડમાં હજુ ચાર ફિલ્મો જ કરી છે, જ્હાન્વીએ 2018માં ધડકથી ડેબ્યૂ કર્યુ હતુ, આ પછી તેને ઘોસ્ટ સીરીઝ, અંગ્રેજી મીડિયમ અને ગુંજન સક્સેના જેવી ફિલ્મો કરી છે. જ્હાન્વી કપૂર દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી છે.

Leave a Reply

Your email address will not be published.