શું તમે પણ આ તેલનું સેવન કરો છો? તો આજથી જ બંધ કરી દેજો! શરીર માટે એટલું હાનીકારક છે કે…

આપનાં આરોગ્યને લઈ સોશિયલ મીડિયામાં અવારનવાર જાણકારી સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. હાલમાં દરેક લોકોના ઘરમાં ભોજન બનાવવા માટે રિફાઈન તેલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના સમયમાં ખુબ ઓછા લોકો જાણતા હોય છે કે, આપણા સ્વાસ્થ્ય માટે ક્યું તેલ વધારે માફક આવે છે તેમજ ક્યું તેલ નુકશાનકારક છે.

આની માટે આજે અમે આપને રિફાઈન તેલની એવી વાસ્તવિકતા વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જેને જાણીને તમે ચોંકી જશો. જેનું આપણે દરરોજ સેવન કરીએ છીએ એ વસ્તુ આપણા માટે કેટલી નુકશાનકારક છે. આવો જાણીએ. જે રિફાઈન તેલથી આપણે આપણા નાના બાળકોના માલીશ કરી શકતા નથી. જે રિફાઈન તેલને આપણે વાળમાં લગાવી શકતા નથી, તો પછી હાનિકારક રિફાઈન તેલનું સેવન આપણે બધા શા માટે કરીએ છીએ ?

કોઈપણ તેલનો એક પ્રકાર ભારતના વિવિધ વિસ્તારોમાં ઉપયોગ કરવો જોઈએ નહી એટલે કે, તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં જે તેલનાં પાકનું ઉત્પાદન થતું હોય, એ તેલનું સેવન કરવું જોઈએ. જેવી રીતે રાજસ્થાનમાં સરસવનું તેલ વધુ ઉત્પન્ન થાય છે તથા ચેન્નઈ તમિલનાડુમાં નાળીયેરનું તેલનું ઉત્પાદન વધુ થાય છે. આની સિવાય રિફાઈન તેલનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહી.

રિફાઈન તેલ કેમ બને છે ?

રિફાઈન તેલ બનાવવાની પદ્ધતિ જાણીને તમે પણ ચોંકી જશો. કોઈપણ રિફાઈન તેલને બનાવવામાં કુલ 6 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ બમણું રિફાઈન કરવાથી આ સંખ્યા વધીને કુલ 12 થઇ જાય છે. તેમાં ભેળવવામાં આવતા કેમિકલ માનવસર્જિત હોય છે. પ્રયોગશાળામાં ભગવાન દ્વારા બનાવવામાં આવેલ એકપણ કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું નથી. ભગવાનનું બનાવેલ એટલે કે, પ્રાકૃતિક કોઈપણ વસ્તુનો ઉપયોગ હોય છે, પરંતુ તેમાં કેમિકલ્સનો ઉપયોગ તેલની શુદ્ધતા હોતી નથી.

ક્યાં તેલનું સેવન કરવું જોઈએ  ?

મોટાભાગના લોકોનો એ પ્રશ્ન રહેતો હોય છે કે, તો ક્યાં તેલનું સેવન કરવું જોઈએ? આપને જણાવી દઈએ કે, શુદ્ધ તેલનું સેવન કરવું જોઈએ. સરસવનું તેલ, મગફળીનું તેલ, સેઇ તેલ, અથવા તો નાળિયેરનું તેલ. હંમેશા આ પ્રકારના શુદ્ધ તેલને ઓળખવા માટે ખાસ ધ્યાન રાખવું કે, શુદ્ધ તેલ જેનું બનેલું હોય તેની વાસ આવતી હોય છે તેમજ શુદ્ધ તેલમાં ચિકાસ પણ વધુ હોય છે.

જ્યારે શુદ્ધ તેલ પર સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, તેલની ચિકાસ તેનું સૌથી મહત્વનું ઘટક રહેલું છે. તેલમાંથી જેમ-જેમ ચિકાસ નીકળતી જાય, ત્યારે જાણવા મળે કે, આ તેલ છે જ નહિ. ત્યારપછી તેમાં આવતી વાસ આવતી હોય તે તેનું પ્રોટીન કન્ટેન્ટ હોય છે. શુદ્ધ તેલમાં પ્રોટીન ખુબ જ મોટી માત્રામાં રહેલું હોય છે.

તમામ દાળમાં કુદરતી પ્રોટીન ખુબ મોટા પ્રમાણમાં રહેલું હોય છે પરંતુ દાળ બાદ જો કોઈ વસ્તુમાં પ્રોટીનની માત્રા વધુ હોય તો કુદરતી તેલમાં છે. જેને ઓર્ગેનિક પણ કહેવામાં આવે છે. જો તમે રિફાઈન ઓઈલનું સેવન કરતા હો તો આજથી જ બંધ કરીને શુદ્ધ તેલ અપનાવો. કુદરતી રીતે બનાવવામાં આવેલ તેમજ કોઈ પણ ભેળસેળ વિનાનું તેલ અપનાવવું જોઈએ. આવું કરવાંથી તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય જીવનભર સ્વસ્થ રહેશે.

Leave a Reply

Your email address will not be published.