મુકેશ અંબાણી નવા વર્ષમાં જીયો ગ્રાહકો આપશે એવી ગીફ્ટ કે, ખુશીથી ઝૂમી ઉઠશો…

રિલાયન્સ જીયો તેના ગ્રાહકો માટે દર વર્ષે ખાસ ગીફ્ટ પેકેજ લઈને આવે છે. , તેનું એલાન જીયોએ આજે વર્ષ ૨૦૨૦નાં છેલ્લા દિવસે કર્યું હતું. જીયો એ “હેપ્પી ન્યુ યર ઓફર 2021” લોન્ચ કરી છે. જીયો એ કહ્યું છે કે, નવું વર્ષ એટલે કે, ૧ જાન્યુઆરી, 2021થી તેના ગ્રાહકો પહેલાની જેમ બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. એટલે કે હવે જીયોમાંથી અન્ય કોઈપણ નેટવર્કમાં તમે અનલિમિટેડ કોલિંગ કરી શકશો અને એ પણ કોઈપણ વધારાનો ચાર્જ આપ્યા વગર.

હાલમાં જીયોથી અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે પ્રત્યેક પ્લાન અનુસાર IUC મિનિટ્સ મળતી હતી. જીયોએ પોતાની આ ઓફર લઈને કહ્યું છે કે તેઓ પોતાના અનલિમિટેડ ફ્રી કોલિંગનાં વચનને લઈને પ્રતિબદ્ધ છે. જો કે જેઓએ IUC ખતમ કરવાનો નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નાં આદેશ બાદ લીધો છે.

જીયો એ નવા વર્ષ IUC ખતમ કરવાની સાથે જ પોતાના ચાર બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે પણ જણાવ્યું છે. જેમાં 129 રૂપિયા, 149 રૂપિયા, 199 રૂપિયા અને ૫૫૫ રૂપિયાનાં પ્લાન સામેલ છે. આ પ્લાનની વેલીડીટી ક્રમશઃ 28 દિવસ, 24 દિવસ, 28 દિવસ અને 84 દિવસની છે.

આ પ્લાનના ફાયદાની વાત કરવામાં આવે તો 129 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 2 GB ડેટા મળશે. વળી 149 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટાની સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. 199 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. છેલ્લાં એટલે કે 555 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ છે.

ઉલ્લેખનીય છે કે, જીયો દેશની એકમાત્ર ટેલિકોમ કંપની છે, જે પોતાના યૂઝર્સ થી બીજાએ નેટવર્ક પર વાત કરવા માટે IUC લેતી હતી અને આવું પાછલા એક વર્ષથી ચાલી રહ્યું હતું. એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ નાં બધા પ્લાનની સાથે તમે બધા નેટવર્ક પર કોલિંગ કરી શકો છો, પરંતુ જીયો માં આવું હતું નહીં અને એક વર્ષ બાદ જીઓ એ IUC ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

1 thought on “મુકેશ અંબાણી નવા વર્ષમાં જીયો ગ્રાહકો આપશે એવી ગીફ્ટ કે, ખુશીથી ઝૂમી ઉઠશો…

Leave a Reply

Your email address will not be published.