હમેશા ઘઉં દળાવતી વખતે તેમાં ઉમેરિદો આ એક વસ્તુ, રોટલી બનશે એકદમ નરમ અને પોષકતત્વો થી ભરપૂર …..

મિત્રો, દરેક ગુજરાતી ઘરમા સવારે અને સાંજના સમયે રોટલી બનતી હોય છે. જો તમે આ રોટલી બનાવતા સમયે તેમા મોણ ઉમેરો તો તેનો સ્વાદ અને તેમા રહેલી પૌષ્ટિકતામા વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત રોટલી ફૂલેલી અને મુલાયમ બને છે.ઘઉં આપણો મુખ્ય ખોરાક છે. તેનો ઉપયોગ ભોજન માં રોટલી બનાવવા માટે કરવામાં આવે છે. તે ઉપરાંત તેની અન્ય વસ્તુઓ બનાવવા પણ તે ખુબજ ઉપયોગી છે.

ઘઉં સાથે બીજા અન્ય ધાન્ય પાકો જેવાં કે મકાઈ, બાજરી, જુવાર, સોયાબીન, મઠ આ તમામ ચીજો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જેનાથી બધાજ વિટામિન મેળવી શકાય છે.મિત્રો ઘઉં ની રોટલી બનાવતી વખતે તેમાં થોડું સોયાબીન નાખવાથી તમારી રોટલી પૌષ્ટિક બને છે અને નરમ પણ બનેછે.

શરીર ને તંદુરસ્ત બનાવવા માટે આ એક સોયાબિનનો ઉપયોગ તમારા માટે ખુબજ ફાયદો કરશે. તો હવે પ્રશ્ન એ છે કે ઘઉં દળાવતી વખતે કેટલા ભાગની સોયાબીન ઉમેરવી જોઈએ.તો આપણે જેટલા ઘઉં લઈએ છીએ તેમાં 10 થી 12 માં ભાગનું સોયાબીન ઉમેરવું તેનાથી વધારે ના ઉમેરવું જોઈએ જેથી રોટલીમાં બધાજ પોષકતત્વો મળે છે અને રોટલી સ્વાદિષ્ટ તરહ નરમ લાગે છે.સુગર લેવલને ઘટાડવા માટે સોયાબીન ખુબજ ફાયદાકારક છે તેનાથી ડાયાબીટીસ કંટ્રોલ માં રહે છે. તેમાં રહેલું આઈસોફલેવેનોઈડ સ્તનના કેન્સર ને ઘટાડે છે આથી જ ઘઉં માં થોડા સોયાબીન ઉમેરીને તેને દળાવીને રોટલી ખાવી જોઈએ.મિત્રો સોયાબીન એ પ્રોટીન નો ખૂબજ ભરપૂર સ્ત્રોત છે.

તેનો ઉપયોગ સલાટમાં , શકભાજીમાં અને તેલના સ્વરૂપે પણ કરવામાં આવે છે.જે લોકોને હદયને લગતી બીમારી હોય તેવા લોકોએ સોયાબિનનો ઉપયોગ કરવાથી સોયા કોલેસ્ટ્રોલ માં ઘટાડો થાય છે.સોયામાં રહેલું ફાઇબર અને પ્રોટીન ચરબીને ઘટાડે છે અને સ્થુર્ટમાં ઘટાડો કરે છે. સોયાબિનનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારના બિન જરૂરી કોલેસ્ટ્રોલ નો ઘટાડો થાય છે અને તમારી ધમનીઓ તંદુરસ્ત રહે છે તેના કારણે હદય રોગનું જોખમ ઓછું થાય છે.સોયાબીન રહેલું આઈસોફલેવેનોઈડ સ્તનના કેન્સર ને ઘટાડે છે.

આથી રોજ 10 મિલી ગ્રામ જેટલું સોયાબીન ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલ માં રહે છે.સુગર લેવલને ઘટાડવા માટે સોયાબીન ખુબજ ફાયદાકારક છે.જો તાં રોટલી બનાવ ઘઉં નો લોટ બનાવો છો તેમાં 20 કિલો ઘઉંમાં 1 કિલો જુવાર અને 1 સોયાબીન , 1 કિલો મઠ આ ત્રણેય મિક્ષ કરીને લોટ બનાવો અને તેની રોટલી બનાવી ને ખાવો છો તો તમને સારું પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ મળી રહે છે જેથી તમારી હેલ્થ સારી રહે.મિત્રો જો તમે આ લોટનો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં મોટા ભાગની બીમારીઓ પણ દૂર થાય છે આ લોટ ખુબજ પુષ્કતત્વ યુક્ત હોય છે જે શરીર માટે ખુબજ સારું સાબિત થાય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *