જો કરવા છે મહાબલી પ્રભુ શ્રી બજરંગબલીને ખુશ તો કરો આ પાંચ માંથી કોઈપણ એક કાર્ય…

મિત્રો, પ્રભુ શ્રી બજરંગબલી એ દેવોના દેવ છે. આ કળજુગમા આ એકમાત્ર એવા દેવ છે કે, જે હજુ પણ આપણી પૃથ્વીની ધરા પર હાજરાહજૂર છે. તે અમર છે. તેમનો ના તો ઉદ્ભવ છે કે ના તો અંત છે, તે અનંત છે. જો તમે તેમની સાચા હ્રદયથી આસ્થાપૂર્વક પૂજા કરો તો તમને તમારા મનોવાંછિત ફળની તુરંત પ્રાપ્તિ થઇ શકે છે.

આ ઉપરાંત જો તમે કોઈ મુશ્કેલી કે સમસ્યામા હોવ અને તમે સાચા મનથી તેમને યાદ કરો તો તે તુરંત જ તમારી મદદે હાજરાહજૂર રહે છે. આપણા પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આપણે મંગળવારના શુભ દિવસે અમુક વિશેષ ઉપાય કરીએ તો આપણી ઘણી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આ ઉપાય ખુબ જ સરળ છે અને જો તમે તેને યોગ્ય રીતે અજમાવો તો તમને તમારા ઈચ્છિત ફળની પ્રાપ્તિ અવશ્ય થશે.

જો તમે દર અઠવાડિયે આ શુભ દિવસે પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરે જાવ અને ત્યા જઈને પ્રભુને બે હાથ જોડી નમન કરીને અને ત્યારબાદ તેમની પ્રતિમા પાસે લાલ રંગનુ સિંદુર અર્પણ કરો તો તે અત્યંત શુભ માનવામા આવે છે અને આ કાર્ય કરવાથી પ્રભુ તમારી તમામ સમસ્યાઓ અને દુઃખ-દર્દ હરી લે છે.

આ સિવાય જો તમે તમારી બરકત વધારવા ઈચ્છતા હોવ તો આ શુભ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમા વરિયાળીના વૃક્ષનુ એક પાન લઈ ત્યારબાદ તેને ગંગાજળથી ધોઈ લો અને ત્યારબાદ આ પાંદડા પર સિંદૂરથી “શ્રી” લખીને પ્રભુ શ્રી બજરંગબલીને અર્પણ કરો અને ત્યારબાદ આ પાનને તમારા પર્સમા રાખો. આ કાર્ય કરવાથી તમારા ઘરમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યા સર્જાશે નહિ.

આ સિવાય પ્રભુ શ્રી બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરો તો તે પણ અત્યંત શુભ ગણાય છે. આ પાનમા તમાકુ જરાપણ ના હોવો જોઈએ. આ કાર્ય કરવાથી તમને નોકરી મેળવવાની ઉજ્જવળ તક પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત આ કાર્ય કરવાથી તમારા ઘરમા સાક્ષાત માતા લક્ષ્મીનો પણ વાસ થાય છે અને તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિનો પણ વાસ થાય છે.

આ સિવાય જો તમે નાણાકીય સંપતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવો છો તો આ તેનો સૌથી સચોટ રસ્તો છે. જો તમે આ શુભ દિવસે કેવડાના અત્તર અને ગુલાબના પુષ્પોની માળા અર્પણ કરો છો તો તમારા મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ પ્રબળ રહે છે.

આ સિવાય જો તમે તમારા કર્જમાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આ શુભ દિવસે પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરે બેસો અને રામ રક્ષાતંત્રનુ પઠન કરો. આ રામ રક્ષાતંત્રનુ પઠન કરવાથી તમારા દરેક અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે અને તમે સફળતાના ઉચ્ચ શિખરો સર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.