અમદાવાદનાં હાઈ પ્રોફાઈલ ક્લાસનું ગંદુ કલ્ચર, પત્નીને ‘વાઈફ સ્વેપિંગ’ માટે પતિનું દબાણ

પશ્ચિમની સંસ્કૃતિ માં ભારતીય લોકો ઢળી રહ્યા છે. પરંતુ આ પશ્ચિમના કેટલાક ગંદા કલ્ચરથી આજે પણ ભારતીય લોકો દૂર છે પરંતુ મોડર્ન ટાઈમમાં ભારતીય સમાજના અમુક હાઈ પ્રોફાઈલ ક્લાસના લોકો પત્નીઓની અદલા-બદલીના કલ્ચરને સ્વીકારે છે. આ ગંદા કલ્ચરની એક રમતને વાઈફ સ્વેપિંગ કહેવામાં આવે છે. જેને ભારતીય સમાજ ભલે ન સ્વીકારતું હોય પરંતુ કેટલાક પોશ વિસ્તારના અમીરો તેને સ્વીકારે છે. એક જાણકારી અનુસાર ભારતમાં હવે વાઈફ સ્વેપિંગ પાર્ટીઝ  થવા લાગી છે, જે મોટી હોટલોમાં ખુબ જ ગુપ્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદમાં કથિત વાઇફ સ્વેપિંગનો મામલો બહાર આવ્યો છે. અમદાવાદના પોશ વિસ્તારમાં અમિર પરિવારના યુવકે પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ કરતાં આખરે તેને કાઢી મૂકી અને પતિએ અન્ય યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ કર્યા હોવાની ફરિયાદ સામે આવી છે.

વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરી છે કે, લગ્નના 14 વર્ષ બાદ તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. ફરિયાદીનો પતિ તેણીને અન્ય એક વ્યક્તિ સાથે વાઇફ સ્વેપિંગ કરવા માટે દબાણ કરતો હતો. મહિલાના પાડતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહી ખરાબ ચાલ ચલગતવળી કહેતો હતો. ફરિયાદી મહિલાએ આ બાબતની જાણ પોતાના પિતાને અને ભાઈને કરતા સાસરિયાઓ સાથે સમાધાન કરી લખાણ કર્યું હતું. છતાં પણ તેના પતિએ અન્ય યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. એટલું જ નહીં, તેના સાસુ-સસરા પણ મહિલાને છૂટાછેડા આપીને દીકરો લઈ પિયર જતા રહેવા માટે દબાણ કરતા હતા.

તમને જણાવી દઇએ કે, કેટલીક ભારતીય ફિલ્મોમાં પણ વાઇફ સ્વેપિંગના કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે ત્યાં જ આ વિષય પર હવે વેબ સિરીઝો પણ બની રહી છે. જેથી આ કલ્ચરને કેટલાક લોકો ફોલો પણ કરી રહ્યા છે પરંતુ ભારતીય સમાજમાં આ કલ્ચરને જરા પણ ઇજ્જત આપવામાં આવતી નથી.

ઉલ્લેખનિય છે કે, વાઈફ સ્વેપિંગની ગુપ્ત પાર્ટીઓમાં લોકો પોતાની પત્ની સાથે આવે છે અને પછી અન્ય કોઈની પત્ની સાથે જાય છે. આ ગંદા કલ્ચરની પાર્ટીઓમાં બીજાની પત્ની સાથે બાડરૂમ શેર કરવા માટે પતિઓ એક બાઉલમાં પોતાની કારની ચાવી નાંખી દે છે અને જે પછી પત્નીઓ બાઉલમાંથી ગાડીઓની ચાવી ઉપાડે છે અને જે ચાવી જેની પાસે હોય તે પ્રમાણે વાઈફ સ્વેપિંગ થાય છે એટલે કે, જેની ગાડીની ચાવી હોય તેની સાથે પત્નીઓની અદલાબદલી થાય છે.

Leave a Reply

Your email address will not be published.