
આજકાલ દેશમાં દગાખોરીના કેસ વધી રહ્યા છે. આ સમયે બેંકના નામે ફ્રોડ કરનારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો તમે પણ એલર્ટ નહીં રહો તો તમે આવા ફ્રોડનો ભોગ બની શકો છો અને સાથે તમારું લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બેંક તેના ગ્રાહકોને વારેઘડી આ માટે એલર્ટ કરતી રહે છે પણ તમારે પણ ખાસ સાવધાની રાખવી જરૂરી બની છે.
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને માટે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં બેંકે તેના ગ્રાહકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. બેંકે ટ્વિટમાં ગ્રાહકોને ચેતવણી આપી છે કે આજકાલ લોકો એસબીઆઈ બેંકના નામે ફોન કરીને તેમની પર્સનલ ડિટેલ્સ માંગી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો ફોન આવે છે તો સાવધાન થઈ જાઓ અને જાણકારી કે ખરાઈ કર્યા વિના તમારી કોઈ ડિટેલ્સને તેમની સાથે ફોન પર શેર ન કરો. એવામાં જો તમે ધ્યાન નહીં રાખો અને એક નાની ભૂલ કરશો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
KYC सत्यापन का अनुरोध करने वाले कपटपूर्ण कॉल या संदेशों से खुद को सुरक्षित रखें। जालसाज आपके व्यक्तिगत विवरण हासिल करने के लिए बैंक/ कंपनी प्रतिनिधि होने का नाटक करते हुए एक फोन कॉल करता है या टेक्स्ट संदेश भेजता है। ऐसे मामलों की रिपोर्ट करें: https://t.co/d3aWRrx4G8 #KYCFrauds pic.twitter.com/7rwkBlgMWh
— State Bank of India (@TheOfficialSBI) January 13, 2021
હાલમાં બનેલી એક ઘટનામાં એક વ્યક્તિને ફોન આવ્યો અને તેને પોતાને એસબીઆઈ બેંકનો અધિકારી કહ્યું અને સાથે ગ્રાહકની વિગતો જાણીને તેના ખાતામાંથી 2.22 લાખ રૂપિયાની દગાખોરી કરી. આ ઘટના બાદ ગ્રાહક બેંક પહોચ્યા અને વિગત તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફ્રોડ કોલ હતો. તો હવેથી તમે પણ એલર્ટ રહો. તમને કોઈ પણ ફોન આવે અને બેંક ડિટેલ્સ માંગવામાં આવે તો ચેતો. તેમને કોઈ જાણકારી ન આપો. આ ચેતવણી તમારા હિતમાં છે.
કેવાયસી વેરિફિકેશનના નામે આવી રહ્યા છે કોલ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના તમામ ગ્રહકોને એલર્ટ કરતાં કહ્યું છે કે કેટલાક સાઈબર ઠગ બેંક અધિકારીના નામે કેવાયસી વેરિફિકેશનની ડિટેલ્સ માંગી રહ્યા છે. આમ કર્યા બાદ તેઓ તમારા ખાતાામાંથી મોટી રકમ કાઢી લેતા હોય છે. બેંકે સ્પષ્ટ કર્યં છે કે એવા કોલ કે મેસેજથી સાવાધાન રહો.
એસબીઆઈએ કહ્યું છે કે આજકાલ ફ્રોડ વધી રહ્યું છે અને વ્યક્તિગત માહિતી કંપનીના પ્રતિનિધિના નામે ફ્રોડ લોકો મેળવી રહ્યા છે. જો તમારી પાસે આવો કોઈ ફોન કે ટેક્સ્ટ મેસેજ આવે છે તો તમારે તરત જ cybercrime.gov.in જાણ કરવાની રહે છે.
એસબીઆઈના એક ગ્રાહક સાથે આવું બન્યું છે. તેની પર ફોન આવ્યો અને તેણે પોતાની જાણકારી શેર કરી. પછી નેટ બેંકિંગની મદદથી ફ્રોડ વ્યક્તિએ તેના નામે એકાઉન્ટ વેરિફાઈના બહાને 10 રૂપિયા નાંખ્યા અને કહ્યું કે તમે મોબાઈલ બેંકિંગની મદદથી રકમ ટ્રાન્સફર કરી શકો છો. આવું કર્યા બાદ તરત જ તેના ખાતામાંથી 1.35 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. ગ્રાહકે જ્યારે કોલરને ડેબિટ કાર્ડથી 10 રૂપિયા આપવા કહ્યું ત્યારે ફરીથી ખાતામાંથી 72000 રૂપિયા કપાયા, આમ આ ગ્રહકના કુલ 2.22 લાખ રૂપિયાની રકમ ખાતામાંથી કપાઈ ગઈ અને તે ફ્રોડ કોલનો શિકાર બન્યો. તો હવેથી એસબીઆઈના અધિકારીના નામે પણ કોલ આવે તો સાવધાન રહો અને તમારી કોઈ પર્સનલ ડિટેલ્સ શેર ન કરો તે ઈચ્છનીય છે.