જે કારનું 1 દિવસનું 40 હજાર છે ભાડું તે RTO એ શા માટે ડીટેઈન કરી વાંચો

અમદાવાદ RTOઓએ એક મોટી કાર્યવાહી કરી હોવાની સામે આવી છે. સાણંદમાંથી મોડિફાઈડ લીમોઝિકન કાર અમદાવાદ આરટીઓ દ્વારા ડિટેઈન કરવામાં આવી છે. મોડિફાઈડ કાર 1 દિવસના 40 હજારના ભાડેથી લોકોને મળતી હતી. મોડિફાઇડ લિમોઝિન કારમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરીની વ્યવસ્થા છે. પરંતુ અમદાવાદ RTOએ આ કારને જપ્ત કરી લીધી છે. શહેરમાં મોડિફાઈડ કારની પરમિશન ન હોવા છતાં ટાટાસુમાને મોડિફાઈટ કરીને બનાવેલી વૈભવી લિમોઝિન કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. માલિક આ કાર રોજના 40 હજારના ભાડે આપતા હતા.

સામાન્ય રીતે શહેરમાં કોઈ મોડિફાઈડ કારમાં આ રીતે સુધારા થઈ શકે નહીં. આ કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગોમાં એક દિવસના રૂ.40 હજારના ભાડે અપાતી હોવાની માહિતી પણ સામે આવી રહી છે. પરંતુ સાણંદ ખાતે ચેકિંગ દરમિયાન સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો અને RTOઓએ મોડિફાઈડ લીમોઝિન કાર ડિટેઇન કરી હતી. મોડિફાઇડ કારની ભારતમાં પરમિશન ન હોવા છતા લોકો આજકાલ તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

3300 નંબરની કારની બજાર કિંમત અંદાજે 20 લાખ છે. સુમો કારમાંથી મોડિફાઇ કરેલી આ કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે અપાઇ હતી, આરટીઓ સ્ટાફના ચેકિંગ દરમિયાન પંજાબ પાસિંગની મોડિફાઇ કરેલી ઉપરોક્ત નંબરની લિમોઝિન કાર પસાર થતાં રોકી હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. આ કાર 2015થી ગુજરાતમાં ફરે છે. ટાટા સુમોમાંથી મોડિફાઇ કરી ઉપર ઔડીનો સિમ્બોલ મુકાયો છે. કારનો મૂળ માલિક નડિયાદનો છે. જેની પાસે આવી બે કાર છે કારનું સુભાષબ્રિજ કે અન્ય કોઇ પણ આરટીઓમાં રજિસ્ટ્રેશન જ ન હતું. કારચાલક વાહનની પીયુસી, પોલિસી કે આરસીબુક સહિતના એક પણ પુરાવા નહીં આપી શક્તા કાર ડિટેઇન કરાઈ હોવાની માહિતી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.