
આજકાલના સમયમાં ઘણા એવા અજીબોગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે.જેના કારણે ઘણીવાર તે કિસ્સા અંગે વિચારવા લાગી જતા હોય છે.જયારે બીજી બાજુ વધતા સોસીયલ મીડિયાથી પણ ઘણી ઘટનાઓ આપણી સમક્ષ આવતી હોય છે.
આ માધ્યમોથી દરેક નાના-મોટા સમાચાર રોજ સામે આવતા હોય છે.ઘણીવાર અમુક ઘટનાઓ એટલી વાયરલ થતી હોય છે કે તે ઘટના અંગે ચારેબાજુ ચર્ચા થતી હોય છે.
આજે આવી જ એક અજીબોગરીબ ઘટના સામે આવી છે.જેને જાણીને તમે પણ પણ આશ્ચર્યચકિત થઈ શકો છો.મળતી માહિતી મુજબ 65 વર્ષના વ્યક્તિએ પોતાની 21 વર્ષની પુત્રવધૂ સાથે લગ્ન કર્યા છે.
હવે સામાન્ય રીતે જોવામાં આવે તો વરરાજા અને કન્યા વચ્ચે મહત્તમ અંતર ૩ થી 5 વર્ષનું હોય છે.પરંતુ આ ઘટનામાં તો સીધો 40 વર્ષ જેટલો અંતર છે.
આ સમગ્ર ઘટના બિહારના એક જિલ્લામાંથી વાયરલ થઇ હોવાનું બહાર આવી રહ્યું છે.જ્યાં 65 વર્ષિય વ્યક્તિએ પોતાની 21 વર્ષની પુત્રવધુ સાથે લગ્ન કર્યા છે.જયારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ લગ્નને મજબૂરી ગણાવી હતી.મળતી માહિતી મુજબ તેણે આ લગ્ન મજબૂરીમાં કર્યા છે.
એવું કહેવાય છે કે પિતાને પુત્રના લગ્ન આ યુવતી સાથે કર્યા હતા.તે માટે ઘણી તૈયારીઓ પણ કરી હતી.અને લગ્ન કરવા તે યુવતીના ઘરે પણ નીકળ્યા હતા.પરંતુ તે ઘરે પેહ્ચતા કંઈક એવું બન્યું કે અને પિતાએ આ પગલું ભરવું પડ્યું હતું.
એવું કહેવાય છે કે પુત્ર લગ્નના દિવસે બધું મૂકી ભાગી ગયો હતો.જેનું કારણ એવું જાણવા મળ્યું હતું કે તે બીજી યુવતી સાથે પ્રેમ કરતો હતો.પિતાના ડરથી લગ્ન કરવા રાજી તો થયો હતો પરંતુ તે લગ્ન મંડપ સુધી પહોંચી શક્યો નહીં.
અંતે તે ત્યાંથી ભાગી નીકયો હતો.આવી સ્થિતિમાં ઘર સુધી આવેલી શોભાયાત્રા પાછી જાય તો બંને પરિવારને સમાજમાં ઘણું સંભાળવું પડશે એવો ડર સતાવવા લાગ્યો.
અંતે બંને પરિવારોનો આદર કરવા માટે યુવકના પિતાએ તે પુત્રવધુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું,જેના કારણે બંને પરિવારો સંમત થયા અને તેણે આ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.તમને જણાવી દઈએ કે હવે પોલીસ આ વાયરલ સમાચારોમાં કેટલી સત્યતા છે તેની તપાસ કરી રહી છે.સત્ય શું છે તે જાણવા વધારે તપાસ થઇ રહી છે.