આને કહેવાય જુગાડ! દુલ્હનના પિતાએ કંકોત્રી પર કંઇક એવું છપાવ્યું જેને વાંચીને સંબંધીઓ લગ્નમાં જ ના આવ્યાં, જાણીને રહી જશો દંગ

દેશભરમાં અનોખી રીતે લગ્નની કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 1000-500 રૂપિયાની નોટોના બેનને કારણે એક અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા 2019માં પણ પર વાયરલ થઈ હતી. લગ્નની આવી કંકોત્રી તમે ક્યારેય નહીં જોઈ હોય, તેમાં લગ્નમાં ચાંદલો કરવા લોકોને પેટીએમનો વિકલ્પ આપવામાં આવ્યો છે. હવે લોકો ઓનલાઈન લગ્નો કરી રહ્યાં છે. લોકડાઉને તો ઓનલાઈન લગ્નોનો વ્યાપ વધારી દીધો છે. સરકારે 200 માણસથી વધારે લોકોની છૂટ આપી નથી.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ કંકોત્રીમાં સુચિત અને આન્યા નામના યુવક-યુવતીએ લગ્નની કંકોત્રીમાં પેટીએમનો વિકલ્પ આપ્યો હતો.
  • આ કપલ લગ્નમાં આવનાર તથા ન આવી શકનારા વડીલો અને સંબંધીઓને આશીર્વાદ માટે પેટીએમ કરવાની વાત કરી રહ્યું છે.
  • તેમના મતે તેઓ આ વિકલ્પ પ્રદૂષણ મુક્ત સમાજ માટે યોગદાનના પગલે આપી રહ્યાં છે.
  • આ કપલે ચાંદલા માટે PayTM QR Code કોડ પણ કંકોત્રી પર છાપ્યો છે.

હવે લગ્નમાં રોકડા રૂપિયા આપવા માટે એન્વલોપ કે ભેટ શોધવાની જરૂર નથી. હવે નવા ટ્રેન્ડ પ્રમાણે કોઇપણ ગૂગલ પે અથવા ફોન પેના ઉપયોગ દ્વારા સીધા નવ દંપતિના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. મદુરાઇમાં એક પરિવારે લગ્નની કંકોત્રી પર ગૂગલ પે (Google Pay) અને ફોન પે (Phone Pay)ના ક્યૂઆર કોડ (QR Code) છાપીને એક નવા વિચારને જન્મ આપ્યો છે. તેમણે પોતાની દિકરીના લગ્નમાં આવેલા મહેમાનો અને જે મહામારીના કારણે લગ્નમાં સામેલ ન થઇ શક્યાં હોય, તે લોકોને ભેટ આપવાનો સરળ વિકલ્પ આપ્યો.

લગ્નમાં તમામ લોકોએ QR Codeથી મોકલ્યા પૈસા

દુલ્હનની માતા ટી.જે. જયંતીએ જણાવ્યું કે, આશરે 30 વ્યક્તિઓએ આ વિકલ્પનો ઉપયોગ કરીને લગ્નની ભેટ આપી. જયંતી મદુરાઇમાં જનની બ્યૂટી પાર્લર ચલાવે છે. તેમણે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે અમારા પરિવારમાં આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ લગ્ન રવિવારે થયા છે અને આ લગ્નની કંકોત્રી ખૂબ વાયરલ થઇ છે.

જયંતીએ કહ્યું કે, મારી પાસે તેને લઇને ઘણા ફોન આવી રહ્યાં છે. તેના કારણે મારા ભાઇ અને પરિવારના અન્ય લોકો પાસે પણ સોમવારે સવારથી ઘણા ફોન આવી રહ્યાં છે. મહામારીના પગલે લગ્ન અથવા કોઇ ફંક્શનને ઑનલાઇનથી લઇને ટેક્નોલોજીની મદદથી અનેક લોકો નવા આઇડિયા અપનાવી રહ્યાં છે. તાજેતરમાં જ એક નવપરણિત યુગલે પોતાના સંબંધીઓ અને મિત્રોને તેમના ઘરે લગ્નનું ભોજન ડિલિવર કરાવ્યુ હતું, જેમણે લગ્ન ઑનલાઇન નિહાળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.