હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો/ લગ્ન કરેલી સ્ત્રી અથવા પુરૂષે અન્ય સાથે સંબંધ રાખવો એ ગુનો, લિવ ઈન માનવામાં નહીં આવે

અલ્હાબાહ હાઈકોર્ટે મંગળવારના રોજ લિવ ઈન રિલેશનને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે, લગ્ન કરેલી મહિલા અન્ય પુરૂષ સાથે પતિ-પત્નિની માફક રહે તો, તેને લિવ ઈન રિલેશનશિપ માનવામાં આવશે નહીં. જે પુરૂષ સાથે રહે છે, તે આઈપીસીની કલમ 494/495 અંતર્ગત અપરાધી ગણાશે. કોર્ટે કહ્યુ હતું કે, આવા કાયદા અપરાધીઓને સંરક્ષણ આપવા માટે નથી. અપરાધીને જો સંરક્ષણ આપવામાં આવશે, તો તે અપરાધિને સંરક્ષણ આપવાનું મનાશે. કાયદા વિરુદ્ધ કોર્ટ પોતાની સહજ શક્તિઓનો પ્રયોગ કરી શકતા નથી.

આ પ્રકારનો આદેશ ન્યાયમૂર્તિ એસપી કેશરવાની તથા ન્યાયમૂર્તિ ડો. વાઈકે શ્રીવાસ્તવની ખંડપીઠે હાથરસ નિવાસી આશા દેવી તથા અરવિંદની અરજીને રદ કરતા આપ્યો છે. અરજી કર્તા આશા દેવી મહેશ ચંદ્રની વિવાહીત પત્ની છે. બંને વચ્ચે છૂટાછેડા નથી થયાં. પરંતુ તેમ છતાં અરજી કર્તા મહિલા અન્ય પુરૂષ સાથે પતિ-પત્નિની માફક રહે છે. કોર્ટે કહ્યુ હતું કે, આ લિવ ઈન રિલેશન નથી, પણ અપરાધ છે. જેના માટે પુરૂષ અપરાધી સાબિત થાય છે.

અરજીકર્તાનું કહેવુ છે કે, બંને લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. તેથી તેમના પરિવારવાળાને સુરક્ષા આપવામાં આવે. કોર્ટે તો એવુ પણ કહ્યુ કે, લગ્ન કરેલી મહિલા સાથે ધર્મ પરિવર્તન કરીને રહેવુ એ પણ ગુનો બને છે. જેના માટે ગેરકાયદેસર રીતે સંબંધ બનાવતો પુરૂષ અપરાધી છે. આવા સંબંધો કાયદેસર માનવામાં આવતા નથી. એક કે, તેથી વધારે પતિ અથવા પત્નિ સાથે સંબંધ રાખવો અપરાધ છે. આવા સંબંધોને લગ્નેતર જીવન માનવામાં આવતુ નથી. તથા આવા લોકોને કોર્ટ તરફથી કોઈ રક્ષણ આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.