જાણો ભગવાન ગણેશજીના આ મંદિર વિષે, જ્યાં કુવારી કન્યાની મનગમતા વરની ઈચ્છાઓ થાય છે પૂરી..

મિત્રો, કહે છે ને કે, ઈશ્વરનો પ્રેમ અખૂટ હોય છે, તે પોતાના શ્રદ્ધાળુની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે અને આ કારણે જ લોકોનો ઈશ્વર પર આટલો બધો વિશ્વાસ છે. આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરીએ તે પહેલા પ્રભુ શ્રી ગણેશની પૂજા કરવામા આવે છે. પ્રભુ શ્રી ગણેશ એ બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિના સ્વામી છે પરંતુ, આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કુંવારી યુવતીઓને ઈચ્છા મુજબ જીવનસાથી મળી જાય છે.

આજે આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના પોહારી તાલુકામા સ્થાપિત કરવામા આવ્યું છે. શિવપુરી જિલ્લાના પોહારી તાલુકાના કિલ્લામા આવેલું પ્રાચીન ગણેશ મંદિર પોહારી દુર્ગ સિંધિયા રાજ્યનુ હતુ. જે-તે સમયે આ મંદિરની જાગીરદાર બાલા બાઈ સિટોલ હતી. તેમણે વર્ષ ૧૭૩૭મા આ મંદિરનુ નિર્માણ કર્યુ હતુ.

આ મંદિરને ઈચ્છાપૂર્ણ પ્રભુ શ્રી ગણેશજીના મંદિર તરીકે ઓળખવામા આવે છે. આ મંદિરમાં આવતા દરેક ભક્તની મનની ઈચ્છા પૂર્ણ થાય છે. અહીં પ્રભુ શ્રી ગણેશને લોકો શ્રીજીના નામથી પણ સંબોધે છે. આ શ્રીજીના મંદિરમાં તમામ યુવતીઓની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. એવું કહેવામા આવે છે, દરેક કુંવારી યુવતી પોતાના મનની ઇચ્છા અહી પૂર્ણ કરવા માટે આવે છે.

આ મંદિરે આવીને જે કોઈપણ કુંવારી યુવતી સાચા મનથી પૂજા કરે છે તો તેને તેણીના ઈચ્છા મુજબના વરની પ્રાપ્તિ થાય છે. અહી એક પરંપરા છે કે, કુંવારી યુવતી ગણપતિ બાપ્પાની મૂર્તિ પાસે જઈને ગુણોના વખાણ કરે છે અને ત્યારબાદ વર સ્વરૂપે તેને મેળવવાની પ્રાર્થના કરતી હોય છે.

તમને જણાવી દઈએ કે, આ મંદિરમાં સ્થાપિત દિવ્ય મૂર્તિ પૂણેથી જ બાલાભાઈ સાહેબ સાથે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંદિરની મૂર્તિ એવી રીતે સ્થાપિત કરવામાં આવી હતી કે, બાલાબાઈ સાહેબ સિટોલને તેમની બારીમાંથી બાપ્પાનાં દર્શન હતાં. શ્રીજીના આ મંદિરમા એવી માન્યતા છે કે, અહીં જે પણ આવે છે તે અહીં એકવાર આંખ ભરીને બાબાની મૂર્તિ જુએ છે.

કુંવારી યુવતીઓ તેમના મનમા છુપાયેલી ઇચ્છા જો સ્પષ્ટપણે રજુ કરે છે તો તેમના મનની આ ઈચ્છા અવશ્યપણે પૂર્ણ થાય છે. પ્રભુ શ્રી ગણેશનુ આ મંદિર પહેલેથી જ ઇચ્છાપૂર્તિ કરતું મંદિર માનવામાં આવતું હતું. આજે પણ આ મંદિરમાં કુંવારી યુવતીઓ નાળિયેર મૂકીને પોતાના મનની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી ગ્રામીણ વિસ્તાર પછી પણ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળે છે, જેના કારણે વિદેશથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.