આ કારણે આપવામાં આવે છે રવિવારની રજા, જાણો આ રસપ્રદ વાત તમે પણ

મિત્રો, રજા શબ્દ સાંભળીને નાના બાળકથી લઈને મોટા વયોવૃદ્ધ સુધી તમામ લોકો ખુશ થઇ જાય છે. જો કે, હાલ પ્રવર્તમાન સમયમા લોકડાઉનના કારણે લોકો માટે આ શબ્દ કંટાળાજનક બની ગયો છે પરંતુ, રજાનુ પોતાનુ જ એક વિશેષ મહત્વ છે. અઠવાડિયામા એક દિવસ એવો આવે છે, જે દિવસે મોટાભાગના લોકો રજા માણતા હોય છે અને તે છે રવિવારનો દિવસ. હવે આપણા મનમા એક પ્રશ્ન કાયમ રહેતો હશે કે, રવિવારના દિવસે જ કેમ રજા રાખવામા આવતી હોય છે? બીજા કોઈ દિવસે કેમ નહીં? તો તેની પાછળ પણ એક કારણ છુપાયેલું છે જે આજે અમે તમને જણાવીશું.

સ્વતંત્રતા પહેલાની સન્ડેની રજાનો ઈતિહાસ :

આ સન્ડેની રજાનો ઇતિહાસ તો સ્વતંત્રતા પહેલાનો છે અને તેની પાછળ તો ઘણી વાર્તાઓ પણ રહેલી છે પરંતુ, આપણા દેશની અંદર એક વ્યક્તિની વાર્તા ખુબ જ પ્રચલિત છે. એ વ્યક્તિને સન્માન આપવા માટે આપણી ભારત સરકારે વર્ષ ૨૦૦૫મા પોસ્ટલ ટિકિટ ઉપર તેમની છબ્બી પણ છાપી હતી. આપણા દેશની અંદર અંગ્રેજી કેલેન્ડરને માનવામા આવે છે અને તેના કારણે જ અંગ્રેજો રવિવારે રજા રાખતા હોવાથી આપણા ભારતમા પણ આ જ દિવસે રજા રાખવામા આવે છે.

અંગ્રેજો શા માટે માનવતા સન્ડેના રાજા?

ઈસાઈ લોકોનુ માનવુ એવુ છે કે, તેમના પ્રભુ ઇસુ મસીહાને સુળી ઉપર લટકાવ્યા બાદ તે રવિવારના દિવસે ફરી જીવંત થઇ ગયા હતા. જેના કારણે ઈસાઈ ધર્મને પાળનારા લોકો રવિવારના દિવસે ચર્ચમા જાય છે અને રવિવારના દિવસે રજા મનાવે છે. અધિકારીક રીતે વર્ષ ૧૮૪૩મા આ દિવસને રજાની માન્યતા મળી ગઈ.

મેઘાજીના નૈતૃત્વ હેઠળ મજૂરોએ કરી હતી રજાની માંગણી :

વર્ષ ૧૮૫૭મા આવેલી એક ક્રાંતિએ આપણા દેશના લોકોને વિશ્વાસ અપાવ્યો કે, તે અસત્ય વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી શકે છે. એ સમયે લોકોને કામના કારણે ઘણી જ મુશ્કેલીઓ ઉભી થતી હતી. તે અઠવાડિયાના સાતેય દિવસ કામ કરતા હતા. અંગ્રેજોના સાશન દરમિયાન રજાનો કોઈપણ પ્રકારનો નિયમ નહોતો એટલે તેના વિરોધમા વર્ષ ૧૮૮૩મા મેઘાજી લોખંડેના નૈતૃત્વમાં અઠવાડિયામા એક દિવસની રજા માટે માંગણી કરવામાં આવી અને ત્યારથી જ આ આંદોલન શરૂ થયું.

વર્ષ ૧૮૯૦મા પહેલી વખત સન્ડેની મળી રજા :

અઠવાડિયામાં એક દિવસ રજા માંગવાનો આ સંઘર્ષ અને આંદોલન વર્ષો સુધી ચાલ્યું અને અંતે અંગ્રેજી હુકુમતે મજુર સંઘ સામે ઝુકવુ પડ્યુ હતુ અને ત્યારબાદ ૧૦ જૂન, ૧૮૯૦ના રવિવારના જ દિવસે અઠવાડિયામા એક દિવસ રજાનો નિર્ણય લેવામા આવ્યો અને આ રજા માટે સન્ડેના દિવસની પસંદગી કરવામા આવી.

ઇસ્લામિક દેશોની અંદર નથી રાખવામા આવતી આ રજા :

આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાએ વર્ષ ૧૯૮૬મા રવિવારના દિવસે રજાની જાહેરાત કરી હતી. આ સંસ્થા દ્વારા ઘોષણા કરવામા આવી કે, આખા વિશ્વમા રવિવારના દિવસે રજા મનાવવામા આવશે. તે દિવસે કામ કરવા માટે કોઈપણ વ્યક્તિને દબાણ નહિ બનાવવામાં આવે. જો કે, હાલ સમગ્ર વિશ્વમા રવિવારના દિવસે રજા જ રાખવામાં આવે છે પરંતુ, અમુક ઇસ્લામિક દેશ જેવા કે યુ.એ.ઈ. સને સાઉદી અરબ જેવા દેશો આ નિર્ણયને સ્વીકારતા નથી અને ત્યા રવિવારના દિવસે પણ રજા નથી હોતી.

Leave a Reply

Your email address will not be published.