સુરતમાં OYO રૂમમાં મોતને ભેટેલી યુવતીના પરિવારે આખા સમાજ માટે દાખલો બેસાડ્યો

સુરતના (Surat) પીપલોદ ખાતેની ઓયો હોટલ (OYO Hotel)માં મિત્ર સાથે નવા વર્ષની (New Year 2021) ઉજવણી કરવા આવેલી કતારગામની યુવતીનું મોત (Katargam Girl Dead) નીપજ્યું હતું. શરૂમાં યુવતીના મોતને લઈ શંકા-કુશંકા સેવાઈ હતી. જોકે, તપાસ દરમિયાન આ મામલે કોઈ ગુનાહિત જણાયું નહીં હોવાનું બહાર આવ્યું છે.

મૂળ રાજકોટના ગોંડલની વતની તન્વીબેન દિલીપ ભાઈ ભાદાણી માતા-પિતા અને નાના ભાઈ સાથે કતારગામમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી હતી. તન્વીબેન હેલ્થ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. તન્વીબેનની સાથે હેલ્થ પ્રોડક્ટની માર્કેટિંગમાં કામ કરતા મૂળ ભાવનગરના વતની પંકજભાઈ સાથે છેલ્લા અઢી વર્ષથી મિત્રતા હતી. દરમિયાન શુક્રવારે નવા વર્ષની ઉજવણી નિમિત્તે તેઓ મિત્રવર્તુળ સાથે પીપલોદ સ્થિત ઓયો હોટલમાં ગયા હતા. અહીં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ બીજા મિત્રો ઘરે જતા રહ્યા હતા. જ્યારે તન્વીબેન અને પંકજભાઈ હોટલમાં જ રોકાયા હતા. ત્યારબાદ રવિવારે સવારે પંકજભાઈએ તન્વીબેનને ઊંઘમાંથી જગાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નહીં ઉઠતા પંકજભાઈએ તેણીનાં માતા-પિતાને ફોન કરી હોટલ પર બોલાવ્યાં હતાં.

તન્વીબેનના નાના ભાઈએ 108 એબ્યુલન્સને ફોન કરતા તેણીને સિવિલમાં ખસેડાઈ હતી. જોકે, તબીબી સારવાર મળે તે પહેલાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તેના મૃત્યુના સમાચાર સાંભળી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. 31 ડિસેમ્બરની ઉજવણી માટે નીકળેલી યુવતીના મોતથી નવા વર્ષની સવાર પરિવાર માટે દુઃખદ સમાચાર લાવી છે. પરંતુ આ પરિવારના એક નિર્ણયથી બે લોકોની જિંદગીને નવજીવન મળશે. ભાદાણી પરિવારે દીકરીની આંખોનું દાન કરી સમાજમાં એક દાખલો પૂરો પાડ્યો છે. યુવતીની આંખોના દાનથી હવે બે લોકોને આંખોની રોશની મળશે.

Leave a Reply

Your email address will not be published.