સાપ્તાહિક રાશિફળ : 11થી 17 જાન્યુઆરીનો સમય કેટલો શુભ છે તમારા માટે જાણો વાંચીને રાશિફળ

સાપ્તાહિક રાશિફળ : 11થી 17 જાન્યુઆરીનો સમય કેટલો શુભ છે તમારા માટે જાણો વાંચીને રાશિફળ

મેષ

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સંબંધોની સમીક્ષા કરવા સમાન સાબિત થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય અથવા મોટી યોજના ઘડવામાં સામેલ થઈ શકો છો. જેના માટે સહકાર માંગ્યા પછી તમને પોતાના અને પારકાની વાસ્તવિક ઓળખ મળશે. અઠવાડિયાના મધ્ય ભાગમાં, તમારું ધ્યાન બિનજરૂરી બાબતોને લગતા વિચારોમાં ભટકી આવશ્યક કાર્યોથી વિચલિત થઈ શકે છે. જરૂરી કામ પર ધ્યાન આપવું અને નકામા વિચારોની અવગણના કરવી જરૂર રહેશે. નહીં તો તમે તમારી કાર્ય ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો નહીં. વેપારીઓએ પૈસાના વ્યવહારમાં સાવચેત રહેવાની જરૂર છે. સિવિલ ઇજનેરો, આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરતાં લોકો માટે સમય શુભ છે. જ્યારે રોજગાર આપતા લોકોએ પરસ્પર સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્ત્રીઓ થોડીક પારિવારિક ચિંતાનો ભોગ બની શકે છે. પ્રેમ પ્રસંગમાં, ઉશ્કેરાટ પરિસ્થિતિઓને ખરાબ કરી શકે છે, તેની સંપૂર્ણ કાળજી લો.

વૃષભ

સપ્તાહ દરમિયાન મિત્રો અથવા શુભેચ્છકોની સહાયથી વૃષભ રાશિના જાતકોની કોઈ મોટી ચિંતાઓને દૂર કરી શકાશે. કાર્ય ક્ષેત્રમાં વરિષ્ઠ લોકોની મદદથી અધૂરા કામ પૂરા થશે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારી મનમાં દબાયેલી ઘણી મોટી ચિંતાઓ ઓછી થશે. આ ઉપરાંત તમે ભવિષ્ય માટે પ્લાનિંગ કરી શકશો. આ સ્થિતિ તમને ખુશી આપશે. આ સમય દરમિયાન વેપારીઓને ધંધામાં વૃદ્ધિ કરાવે તેવી ઓફર મળી શકે છે અને યુવાનોને રોજગારની નવી તકો મળશે. એકંદરે વિદ્યાર્થીઓ અને મહિલાઓનો સમય સપ્તાહ દરમિયાન સારો રહેશે. પ્રેમ પ્રસંગોમાં અથવા તો તમને લગ્નજીવનમાં જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાની તક મળશે. વિવાહિત જીવન સુખી રહેશે.

મિથુન

મિથુન રાશિના લોકો પોતાના સંકલ્પ સાથે આ અઠવાડિયે કોઈ મોટો પ્રોજેક્ટ અથવા એક્શન પ્લાન સાથે આગળ વધશે અને નિર્ધારિત સમયમાં તેને પૂર્ણ પણ કરી શકશે. કામના જોડાણમાં લાંબા કે ટુંકા અંતરની મુસાફરી શક્ય છે. જો કે ખાસ વાત એ છે કે આ યાત્રા સુખદ અને લાભકારક રહેશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને મનોરંજનની તકો મળશે. સપ્તાહના મધ્યમાં પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ અથવા તણાવ ઊભો થઈ શકે છે. વેપારીઓને આ સમય દરમિયાન હરીફાઈનો સામનો કરવો પડશે. વીમા, જાહેરાત અને ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરનારાઓને થોડી મુશ્કેલીઓ પડશે. એકંદરે લક્ષ્ય સુધી લોકોને સખત મહેનત કર્યા પછી પહોંચી જરૂર જશે. જીવન સાથી તરફથી તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પૂર્ણ સહયોગ મળશે.

કર્ક

રાશિના જાતકોએ સપ્તાહની શરૂઆતમાં કોઈ પણ નવા કાર્યની શરુઆત કરવાનું ટાળવું જરૂરી છે. ખાસ કરીને એવા કામ કે જે તમારી પ્રતિષ્ઠા પર કોઈ પ્રશ્ન ઊભા કરે તેને કરવાથી બચવું. પ્રેમ સંબંધોમાં આગળ વધવા પર નિર્ણય આ સપ્તાહમાં લઈ શકો છો. આ સપ્તાહમાં અગાઉ કરેલા કોઈ નિર્ણયથી સામાજિક કલંક પણ આવી શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારું જીવન નિરાશાથી ઘેરાયેલું જણાશે. જો કે સપ્તાહના અંતે તમે કોઈ કારણોસર લોકોપ્રિય થઈ જશો અને તમે કાર્યોમાં ઝડપથી આગળ વધવાનો અનુભવ કરી શકશો. વેપારીઓનો વ્યવસાય સપ્તાહ દરમિયાન સુધરશે. કૌટુંબિક સહયોગથી પરિવાર ખુશ રહેશે. ધંધામાં કાર્યરત લોકો માટે સમય મધ્યમ છે. પરંતુ બેરોજગાર લોકોને રોજગારની તકો મળશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

સિંહ

સપ્તાહ દરમિયાન કુટુંબ અથવા મિત્રો સાથેના સંબંધોમાં આ રાશિના લોકો વચ્ચે થોડી રકઝક કે ઝગડો થઈ શકે છે. આ કારણે મન વિચલિત થશે. વેપારીઓએ કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવામાં સાવચેત રહેવું જોઈએ. શેરબજાર અને સટ્ટાબાજીમાં જોખમ ન લો. વેપારમાં સ્વતંત્ર રીતે કાર્યરત લોકોને કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ થશે. વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય છે. અઠવાડિયાના અંતમાં તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્યની અવગણના કરવી તમને એક લાંબી બિમારી તરફ દોરી જઈ શકે છે. આ સમય દરમિયાન વ્યક્તિગત સંબંધોમાં સંવેદનશીલતા દર્શાવવાની જરૂર છે. વાહન કાળજીપૂર્વક ચલાવો.

કન્યા

કન્યા રાશિના લોકોએ તેમના અધુરા કાર્યોને પૂર્ણ કરવા માટે મિત્રો અને સંબંધીઓની મદદ લેવી પડશે. આ અઠવાડિયામાં તમામ અધુરા કામો પૂર્ણ કરવાની તમને ફરજ પડશે. આ અઠવાડિયે, જો તમે તમારા મનને કાબુમાં રાખી અને કામ કરશો તો સફળતા નિશ્ચિત રીતે મળશે. આ અઠવાડિયે તમારા પર આર્થિક અને માનસિક કામનું દબાણ ઓછું રહેશે. આર્થિક સમસ્યાઓ હલ કરવા માટેનું વાતાવરણ જણાશે. આ સમય દરમિયાન વેપારીઓનું દેવું ઘટી શકે છે. જો કે, નાણાંક્ષેત્રે અને કમીશનમાં કામ કરનારાઓને હજી પણ કેટલીક સમસ્યાઓ હશે. સરકારી ક્ષેત્રે નોકરીમાં કાર્યરત લોકોની બદલી થઈ શકે છે. પરીક્ષા કે કોઈ સ્પર્ધાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કેટલાક સારા સમાચાર મળી શકે છે. કોઈ પ્રત્યે આકર્ષણ વધશે. જીવનસાથી સાથે વધુ સમય વિતાવશો.

તુલા

આ અઠવાડિયે તુલા રાશિના લોકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોવા મળે છે. પરિવાર અથવા સ્વજનો સાથે ઉજવણી કરવાની તક પણ મળશે. વેપારીઓ માટે પણ આ સમય લાભકારક છે. અગાઉના રોકાણથી થયેલા નુકસાનની રકમ સરભર થઈ જાય તેવો લાભ થશે. સપ્તાહ દરમિયાન પ્રેમ-સંબંધોમાં ગહનતા આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, મેનેજમેન્ટ અને ફંડ મેનેજરો માટે સમય ખૂબ અનુકૂળ છે. મિત્રની સહાયથી તમને પ્રેમ સંબંધી બાબતોમાં સફળતા મળશે. સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવેલ કાર્યોના શુભ પરિણામ પ્રાપ્ત થશે. કુટુંબની સમસ્યાઓ અને નકામા વિચારોની સમસ્યાઓથી મુક્તિનો માર્ગ મળશે. ઉત્સાહ અને સકારાત્મક વિચારો મનમાં આવશે. મિત્રો કોઈ મોટી યોજનાને આકાર આપવામાં તમને મદદ કરશે. તમારા કાર્યક્ષેત્રના લોકો તમારી વાતને માન્ય રાખશે અને તેનું અનુકરણ કરશે. સપ્તાહનો સમય વેપારીઓ માટે સારો છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં તમને કોઈ નવી યોજના પર કામ કરવા અથવા નવા વ્યવસાય માટે પ્રસ્તાવ મળશે. વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ માટે સમય અનુકૂળ છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ પ્રસંગમાં તમારું આકર્ષણ અથવા પ્રભાવ વધશે.

ધન

ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ આળસ છોડી અને પોતાની અંગત જવાબદારીઓ અને પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવાનો છે. જો તમે આ દિશામાં પ્રયાસ કરો છો, તો પછી તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. કોર્ટને લગતા કેસોમાં સફળતા મળશે. આર્થિક ભારણ ધીરે ધીરે ઘટશે અને વેપારીઓને નવા પાટર્નર મળશે. ફાઇનાન્સ અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતાં લોકોનું નેટવર્ક વધશે. સહ કર્મચારી મદદરૂપ થશે. આજે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનમાં વૃદ્ધિ કરશે. મહિલા વ્યાવસાયિકો માટે સમય અનુકૂળ છે. પ્રેમ સંબંધોમાં સંબંધીઓના સમર્થનથી હૃદય પ્રસન્ન રહેશે.

મકર

રાશિના જાતકોને આ અઠવાડિયે તેમના ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. નહિંતર તમે તમારા કરેલા કાર્યોને પણ બગાડી બેસસો. અઠવાડિયાની શરૂઆતમાં નવા કામ કરવામાં થોડી મુશ્કેલીઓ આવશે, પરંતુ તમે તમારી હિંમત અને ડહાપણથી તેનું સમાધાન શોધી શકશો. વેપારીઓને વેપાર સંબધિત મહત્વનો નિર્ણય લેવામાં થોડી મૂંઝવણ થઈ શકે છે. કોઈ મોટી યોજના અથવા ડીલમાં પૈસા લગાવતી વખતે પોતાના કોઈ સિનિયરની અથવા તો મિત્રની સલાહ લેવાનું ભૂલશો નહીં. નોકરી ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તરફથી થોડું દબાણ રહેશે. મુશ્કેલ સમયમાં તમે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે ઊભા રહીને રાહત અનુભવશો.

કુંભ

આ સપ્તાહ કુંભ રાશિના લોકો માટે મિશ્ર ફળદાયી પરિણામ આપનાર સાબિત થશે. આ અઠવાડિયા દરમિયાન તમારા મનમાં આશા અને નિરાશા બંને રહેશે. જો તમે જમીન, મકાન અથવા કોઈ મોટી યોજના પર નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી શુભેચ્છાનો અભિપ્રાય લો. પૈસાના રોકાણને લઈને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું વધુ સારું રહેશે. વેપારીઓ માટે આ સપ્તાહ અસ્થિર રહેશે. એટલે કે ધંધો નરમ-ગરમ રહી શકે છે. સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓએ ભાવનાત્મકતાના પ્રવાહમાં ન આવી જવું. મિત્રની સહાયથી પ્રેમ સંબંધમાં ગેરસમજો દૂર થઈ શકે છે. કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ સફળ થશે.

મીન

આ સપ્તાહ મીન રાશિના લોકો માટે સફળતાના નવા દ્વાર ખોલશે. આ અઠવાડિયે ઉત્સાહથી કાર્ય કરશો અને કોઈ પણ સંજોગોમાં તમારા હાથમાં આવેલી તક જવા ના દો. જો તમે પ્રયત્ન કરો છો તો તમને ચોક્કસ સફળતા મળશે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓ અભ્યાસ તરફી વલણ અનુભવશે. પરીક્ષાની કે કોઈ સ્પર્ધાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ કેટલાક સારા સમાચાર સાંભળી શકે છે. સપ્તાહના મધ્યમાં નવી યોજનાઓ પર કામ કરવાની તક મળશે. જથ્થાબંધ વેપારીઓને અણધાર્યા ફાયદા થશે. નાના દુકાનદારોનો ધંધો પણ વધશે. વૈવાહિક સંબંધોમાં એકબીજાની સંભાળ રાખો. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકોને સુવિધાઓનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published.