સ્ત્રીઓ આ રીતે પોતાના પતિને રાખી શકે છે ખુશ, બીજી સ્ત્રી સામે જોવાનું પણ થઈ જશે બંધ.

કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે બંને પક્ષની ખુશી હોવી ખુબ જ જરૂરી છે. પતિ-પત્નીનો સંબંધ પણ કંઈક આવો જ હોય છે. જ્યારે પણ કોઈ છોકરી લગ્ન કરીને સાસરે જાય છે તો તેની કોશિશ હંમેશા એવી રહે છે કે તે પોતાના પતિને ખુશ રાખે. પતિ ખુશ હશે તો પોતે પણ ખુશ રહેશે. તેનો સંબધ પણ લાંબો ચાલે છે. જો પતિ નારાજ હોય તો સંબંધની ઉંમર ઘટી જાય છે.

જ્યારે કોઈ પણ પતિ પત્નીથી નાખુશ હોય તો તેની નજર હંમેશા પરસ્ત્રી પર વધુ રહે છે. આ સાથે જે તે અફેયર કરવાનું પણ વિચારવા લાગે છે. જેને લઈને પત્નીની ચિંતા વધી જાય છે. એવામાં જો તમે તમારા પતિને હંમેશા ખુશ રાખવા માંગતા હોય તો ખુબ જરૂરી છે તમારા માટે આ ટીપ્સ…. આવો જાણીએ કેવી રીતે પતિને ખુશ કરી શકાઈ.

આ રીતે પતિને રાખો ખુશ

* પતિ અને પત્ની બંને અલગ અલગ પરિવારમાં મોટા થયા હોય છે. એટલે સ્વાભાવિક છે કે બંનેના વિચાર અને રહેણી અલગ જ રહેવાના. એવામાં આ બંને સ્થિતિમાં એક બીજાની સાથે સારો તાલમેલ કરવાની કોશિશ કરવી જોઈએ. શરૂઆતમાં થોડું તમારે નમવું. થોડું તે નમે તે રીતે કરો. બંને મળીને એડજસ્ટ કરશો તો લાઈફ સરળ બની જશે.

* પતિ સાથે કંઈ છુપાવવાની ભૂલ ન કરવી. તેની સાથે તમામ વસ્તુ શેર કરવી જોઈએ. આ રીતે તમે ખુદ એકબીજા વચ્ચે નજીકતાનો અનુભવ કરશો. તેને પણ ભરોસો થઈ જશે કે તમે તેનાથી કંઈ છુપાવતા નથી. આ તેનો ભરોસો જીતવા માટેનો રામબાણ ઈલાજ છે.

* પતિની પસંદ અને નાપસંદ પહેલા સારી રીતે સમજી લો. જે બાદ તેના હિસાબથી જ તમામ વસ્તુઓ કરવી જોઈએ. જેથી તે પણ ખુશ થશે. તેને પણ અહેસાસ થશે કે તમે તેના માટે પરફેક્ટ છોકરી છો. આમ તે ત્યારે બીજી છોકરીની શોધ નહીં કરે.

* લગ્ન જીવનમાં રોમાંસ હોવો ખુબ જરૂરી છે. લગ્ન બાદ હંમેશા તેમાં ઉણપ આપતી હોય છે. જેના કારણે પતિ ઝડપથી બોરિંગ થઈ જાય છે. એવામાં તમે રોમાંસને દિલચસ્પ બનાવી શકો છો. કોઈ રોલ પ્લે કરો, નવા કપડાં પહેરો, ખુદને મેકઓવર કરો. એમ કે તમે ગમે તેમ કરીને રોમાંસને જગાડો..

* પતિની પર્સનલ સ્પેસનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેનું માન સમ્માન કરવું જોઈએ. જેથી તે તમારી સારી રીતે કેર અને ઈજ્જત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *