આ યુુવતીએ પહેલા પૂરું કર્યુ આ કામ, અને પછી જ લગ્ન મંડપમાં ફર્યા સાત ફેરા, ત્યાં સુધી વરરાજા તો…

મિત્રો, હાલ થોડા સમય પહેલા રાજકોટ જીલ્લાના ધોરાજી ગ્રામ્ય વિસ્તારના સૂપેડી ગ્રામ્ય વિસ્તારે એક વિવાહના કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલુ હતુ. પોતાના વિવાહ પૂર્વે પરીક્ષા આપીને આ યુવતીએ સમાજ સામે એક વિશેષ દાખલો બેસાડ્યો કે લગ્ન જેટલુ જ વિશેષ મહત્ત્વ કારકિર્દી અને શિક્ષણ ધરાવે છે.

જે દિવસે આ યુવતીના લગ્ન હતા, તે દિવસે જ તેની પરીક્ષા પણ યોજાઈ હતી. તેથી લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરતા પહેલા તે યુવતીએ દુલ્હનના શણગારમા જ કોલેજની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપ્યા પછી યુવતીએ લગ્ન મંડપમા ફેરા ફર્યા હતા. લગ્ન પહેલા આ યુવતીએ પરીક્ષા આપીને સમાજને એક નવી રાહ ચીન્ધાડી હતી.

ધોરાજી જીલ્લાના સૂપેડી ગ્રામ્ય વિસ્તારમા દલિત જ્ઞાતિ સમાજનો એક અન્ય સમૂહ લગ્નોત્સવ પણ આયોજિત થયેલો હતો. જેમા ૧૧ જેટલા નવ દંપતીઓ લગ્નજીવનના તાંતણે બંધાયા હતા. તેમા એક યુવતી બધા જ લોકોથી તદન અલગ જ તરી આવી. આ યુવતીનુ નામ હતુ ચાંદની દાણીધારીયા. સૂપેડીની આ યુવતીએ લગ્નના સોળે શણગાર સજીને જીવનની મંગલમયી શરૂઆત કરતા પહેલા અભ્યાસને મહત્વ આપ્યુ હતુ.

પોતાના લગ્નમંડપમા જઈને લગ્નના પવિત્ર બંધને બંધાઈને પોતાના આવનાર જીવનની નવી શરૂઆત કરતા પહેલા તેણે ઉપલેટામા આવેલી ભાલોડિયા મહિલા કોલેજમા પોતાની એસ.વાય.બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપ્યા પછી તે તુરંત જ સૂપેડી પોતાના લગ્નમંડપમા આવીને પ્રભુતામા પગલા પાડ્યા હતા. શિક્ષણ માટેની તેની આ જાગૃતતાને જોઇને તેણીની સહપાઠીઓ અને પ્રોફેસરોએ પણ તેને બિરદાવી હતી.

ચાંદનીના પિતા કિરણદાસે જણાવ્યુ કે, મે મારી પુત્રીને ક્યારેય પણ અભ્યાસની બાબતમા રોકટોક કરી નથી. તેણીને તેના અભ્યાસ માટે જોઈતી તમામ સુખ-સગવડો આપી છે. શુક્રવારના રોજ પુત્રીના લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવી હતી.

આ ખબર જ્યારે મળી ત્યારે ચાંદની થોડા સમય માટે ગભરાઈ ગઈ કારણકે, લગ્નના પવિત્ર બંધનમા બંધાતા પહેલા તેણીને આ પરીક્ષા આપવાની ખુબ જ ઈચ્છા હતી અને આ જ કારણોસર તે પરીક્ષા આપવા માટે ઉપલેટા ગઇ હતી અને તેણીએ લગ્નના પોશાકમા જ ઉત્સાહભેર પરીક્ષા આપી અને ત્યારબાદ પરત આવીને પોતાના જીવનસાથી સાથે લગ્નના સાત ફેરા પણ લીધા હતા.

એક અગત્યની વાત એ પણ છે કે, ચાંદનીના સાસરિયા પક્ષના લોકો તથા તેના પતિએ પણ તેને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ભલે લગ્ન વિધિ થોડી મોડેથી શરુ થાય પરંતુ, તારે પરીક્ષા તો આપવાની જ છે ચાંદની આવા તેમના સાસરિયા પક્ષના શબ્દો હતા અને તેના કારણે જ ચાંદની પોતાની કોલેજની પરીક્ષા ઉત્સાહભેર આપી શકી.

Leave a Reply

Your email address will not be published.