
કોઈ પણ દેશના નેતાની કે વીઆઈપીઓની આજુબાજુ સુરક્ષા માટે કેટલાક જવાન કર્મીઓ જોવા મળતા હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે તેમની સુરક્ષા માટે આ જવાનો તૈનાત કરવામાં આવે છે.અલગ અલગ દેશના નેતાઓની સુરક્ષા માટે માટે તેમણે અલગ અલગ સુરક્ષા જવાનો મળતા હોય છે.તે એક ખાસ તાલીમમાંથી પસાર થયા હોય છે.
જયારે આપણા દેશની વાત કરવામાં આવે તો દેશના વડા પ્રધાન સહિતના તમામ મોટા નેતાઓના સુરક્ષા કર્મીઓ અવારનવાર કાળા ચશ્માં પહેરેલા જોવા મળે છે.પરંતુ દરેક વ્યક્તિ આ સુરક્ષા જવાનોને જોઈને હંમેશાં એક વાત જરૂર વિચારતા હશે,જેમ કે આ જવાનો કાળા ચશ્માં કેમ પહેરે છે?આજે તમને આના પાછળના કેટલાક ખાસ કારણોને વિષે જણાવીશું.
આંખોની હરકતોને કોઈ જોઈ ન શકે –
એવું કહેવામાં આવે છે કે સુરક્ષા કર્મચારી કે બોડીગાર્ડ કાળા ચશ્મા પહેરવાનું મુખ્ય કારણ એ છે કે તે પોતાની આંખની હરકતો વિષે કોઈ ને જાણ ન થાય તે માટે પહેરતા હોય છે.હકીકતમાં સુરક્ષા કર્મચારીઓ કાળા ચશ્માનો ઉપયોગ એટલા માટે કરે છે જેથી ઝડપ દરમ્યાન તેઓ કંઈ બાજુ જોઈ રહ્યા છે તે કોઈ જાણી ન શકે.
સિક્યુરિટી ગાર્ડ્સને અપાય છે એક ખાસ તાલીમ –
તમામ નેતાઓની સુરક્ષા માટે મુકવામાં આવતા જવાનોને એક ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે.તેમના મજબૂત ઘેરામાં સાથે જોડાયેલા કેટલાક નિયમો સાથે સુરક્ષા ગાર્ડોને એક વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે.જેમાં તેમને આંખોથી મગજની દરેક વાતોને વાંચવાની તરકીબ શીખવવામાં આવે છે.આ લોકો એ રીતે ટ્રેનિંગ થયેલા હોય છે કે,આંખો અને શરીરના કોઈ પણ હાવભાવ જલ્દી ઓળખી શકે છે તે મુજબ આગળની કાર્યવાહી પણ કરી શકે છે.
ખતરાથી બચવા માટે પહેરે છે કાળા ચશ્મા –
સુરક્ષાકર્મી કાળા ચશ્મા એટલા માટે પહેરે છે જેથી ધૂળ,બોમ્બ,ગોળીબાર અથવા તો કોઈ પણ કારણોસર તેમણે કઠોર પરિસ્થિતીનો સામનો કરવાનો આવે તો તેમની આંખો સુરક્ષિત રહે અને તે પરિસ્થિતીનો આસાનાથી સામનો કરી શકે.
જયારે બીજી બાજુ જોવામાં આવે તો પ્રકાશથી બચવા માટે પણ સુરક્ષાકર્મીઓ કાળા ચશ્માનો ઉપયોગ કરે છે.જ્યારે તડકો વધારે હોય છે તે દરમ્યાન આંખો વધારે સમય સુધી તાપ સહન કરી શકતી નથી.આ કારણે બોડીગાર્ડ કાળા ચશ્મા પહેરે છે.