જીવની ધમકી આપીને ગુજાર્યો વારંવાર આ મહિલા ઉપર બળાત્કાર..

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 30 વર્ષીય મહિલાને એક ઈસમ દ્વારા બળજબરીપૂર્વક તેમજ મારી નાંખવાની ધમકી આપી બોલેરો ગાડીમાં બેસાડી લઈ પાવાગઢ તેમજ સુરત લઇ ગયો હતો.

જ્યાં જુદી-જુદી જગ્યાએ લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ ગુજારતા અને આખરે યુવકના તાબા હેઠળથી છૂટી પોતાના ઘરે આવી ગઇ હતી. દેવગઢબારીયા પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

દેવગઢ બારિયા તાલુકાના રામા ગામે ડાયરા ફળિયામાં રહેતો ભાવસિંગ રત્નાભાઈ ડાયરા દ્વારા તારીખ 24મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 30 વર્ષીય મહિલા જે સમયે ખેતરમાં કામ કરી રહી હતી.

તે સમયે આ ભાવસિંગ પોતાની બોલેરો ગાડી લઈ મહિલા પાસે આવ્યો હતો અને કહેવા લાગેલા કે, તને લઈ જવી છે અને પત્ની તરીકે રાખવી છે. તારા છુટાછેડા મારા કાકાના દીકરા અશ્વિનભાઈ સાથે થઈ ગયેલ છે.

તો તું ચાલ મારી સાથે તેમ કહી મહિલા પાસે આવી તેનો હાથ પકડી બળજબરીપૂર્વક મહિલાને બોલેરો ગાડીમાં બેસાડી કહેવા લાગેલા કે જો તું ગાડીમાંથી ઉતરી તો તને મારી નાખીશ, તેથી ધાકધમકીઓ આપી મહિલાને ગાડીમાં બેસાડી હતી અને તેને પાવાગઢની બાજુમાં આવેલ કોઈક ગામ તરફ લઈ જઈ રમણભાઈ નામના ઘરે લઈ ગયો હતો.

જ્યાં અમે મજૂરી કામ માટે આવ્યા છીએ તેમ જણાવ્યું હતું અને ત્યાં રૂમ રાખી હતી. આ ગામમાં પણ મહિલાની મરજી વિરુદ્ધ ભાવસિંગ દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ તેને સુરત મુકામે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ દુષ્કર્મ ગુજાર્યો હતો.

છેલ્લા બે મહિનાના સમયગાળા દરમિયાન પાશવી બળાત્કારનો ભોગ બનેલ મહિલા આખરે ઉપરોક્ત ભાવસિંગના તાબા હેઠળથી છૂટી દેવગઢ બારીયા તાલુકામાં પોતાના ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી.

જેથી પરીવારજનો દ્વારા તેને દેવગઢ બારીયા પોલીસ મથકે આવી આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ 30 વર્ષીય મહિલા દ્વારા ઉપરોક્ત યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *