
આજે 5 માર્ચ 2021 અને શુક્રવારનો દિવસ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને દૈત્યોનો ગુરુ માવનમાં આવે છે. તેને દૈત્યગુરુ પણ કહેવાય છે.
રાશિમાં મુખ્ય રૂપથી શુક્રને ભાગ્યનો કારક માનવમાં આવે છે. શરીરમાં કમરથી નીચેના ભાગનો કારક છે. તેનો રંગ ગુલાબી છે. આ દિવસની આરાધ્ય મા લક્ષ્મી અને સંતોષી માતા છે. મા લક્ષ્મીને વૈભવની દેવી ગણવામાં આવે છે. જેથી તેમને રિઝવવા માટે શુક્રવારે પૂજા કરવામાં આવે છે.
મેષ રાશિ
તમારી વાત કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. યાત્રા સફળ રહેશે. પ્રેમ-પ્રસંગમાં અનૂકુળતા રહેશે. રાજકીય મુશ્કેલીઓ દૂર થશે. કીમતી વસ્તુઓ સંભાળીને રાખો
વૃષભ રાશિ
સંપત્તિના કાર્યમાં લાભ થશે. ઉન્નતિના માર્ગમાં પ્રશસ્ત રહેશો. ધનલાભ થશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. ભય,પીડા, ચિંતા અને તણાવમાં રહેશે. સંતાનને નોકરી મળવાથી પ્રસન્ન રહેશો.
મિથુન રાશિ
કોઈએ કહેલી વાતો પર ધ્યાન ન આપો. મિત્રો સાથે અણબનાવ રહેશે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે.પાર્ટી-પિકનિકનો આનંદ મળશે. અટવાયેલા કાર્યોમાં સફળતા મળશે.
કર્ક રાશિ
રોકાણ કરવાથી લાભ થશે. વાણી પર નિયંત્રણ રાખો. નહીં, તો કાર્ય બગડી શકે છે. અનુકૂળ સમાચાર મળી શકે છે. કામ વધતાં અંગત જીવન પર અસર પડશે.
સિંહ રાશિ
કાર્યસ્થળ પર કોઈ અધિકારી સાથે સંબંધમાં મજબૂતી આવશે. વિવાહ માટે થયેલા પ્રયત્નો સફળ થશે. પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે.
કન્યા રાશિ
પરિવારને શુભ સમાચાર મળી શકે છે. આત્મસન્માનમાં વધારો થશે. શત્રુ પરાસ્ત થશે. તમારા પોતાના તમારી વિરુદ્ધ કાવતરુ ઘડી શકે છે. એટલે સંભાળી રહેવું. બાળકોના વિવાહને લઈ ચિંતામાં રહેશો.
તુલા રાશિ
કાર્ય સ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ રહે. સુખ સુવિધાના સામાન ખર્ચ થઈ શકે છે. પારિવારિક સહયોગ મળશે. અંગત સંબંઘોમાં મધુરતા આવી શકે છે. ન્યાય પક્ષ મજબૂત રહેશે.
વૃશ્વિક રાશિ
આકસ્મિક કોઈ મોટો ખર્ચ થવાની આશંકા છે. કાર્યસ્થળ પર વ્યસ્તતા રહેશે. ઉતાવળમાં કોઈ હાનિ થઈ શકે છે. વિવાદથી દૂર રહો. પારિવારીક મતભેદ થઈ શકે છે.
મકર રાશિ
પોતાની ભૂલને નજરઅંદાજ ન કરો. નવી વ્યવસાયિક યોજનાઓ બનશે. કાર્યપદ્ધતિમાં સુધાર થવાથી લાભ થઈ શકે છે. ઘર બહાર રહેતી વખતે ધ્યાન રાખો. જીવન સાથી પ્રતિ પોતાના વ્યવહારમાં સુધારો કરો.
કુંભ રાશિ
કારોબારમાં મંદીના કારણે પરેશાન રહેશો. શત્રુ સક્રિય રહેશે. ધાર્મિક આસ્થામાં વધારો થશે. થાકના કારણે ચિંતા અને તણાવમાં રહેશો. કાર્યસિદ્ધિ થશે.
મીન રાશિ
કામમાં ઉતાવળ ના કરો. પરિવારમાં ચિંચા અને તણાવ રહેશે. કાર્યસ્થળ પર વિવાદથી બચો. વાહન,મશીનરી અને અગ્નિથી સાવધાની રાખો. નવા મિત્ર બની શકે છે.