પતિના અફેરનું રહસ્ય ખુલતા પત્ની થઇ ગઈ ખુશ, જાણો શું હતું કારણ

સારા નામની મહિલાએ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. સારાને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષની દીકરી પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ સારાને ખબર પડી હતી કે તેના પતિનું બીજી મહિલા સાથે અફેર છે.

પતિનું જે મહિલા સાથે અફેર છે તેમને એક દીકરી પણ છે. સારાને ખબર છે કે તેનો પતિ તે મહિલાને પ્રેમ કરી રહ્યો છે. સારાનું કહેવું છે કે તે પોતાના પતિના અફેર હોવાની જાણ થતા તે દુઃખી નથી પરંતુ તેને ખુશી અનુભવાઈ રહી છે.

સારાનું કહેવું છે કે, કોઈ બીજી મહિલા સાથે પતિના સંબંધ હોવાના કારણે તે નારાજ નથી કારણે તે જાણે છે કે તેના પતિએ કેમ આવું કર્યું? સારાનું કહેવું હતું કે, હવે સંબંધમાં કશું વધ્યું નથી. સેક્સ લાઈફ પણ બોરિંગ થઇ ગઈ છે અને તેઓ એક બીજા સાથે કેવી રીતે બેડ શેર કરે છે. સારાએ લખ્યું હતું કે, મારો સંપૂર્ણ દિવસ દીકરીની દેખરેખ અને નોકરીમાં ચાલ્યો જાય છે. ના તો મેં મારી પતિની ઈચ્છાઓ પર ધ્યાન આપ્યું હતું કે ન તો તેમની સકારાત્મક ભાવનાઓને સહારો આપ્યો હતો.

આ સિવાય સારાએ વધુ એક ખુલાસો કર્યો હતો, સારાએ કહ્યું હતું કે આખરે કેમ તે પોતાના પતિના અફેરના કારણે હેરાન નથી? સારાએ કહ્યુ, ઘણા લાંબા સમયે હું મારા બાળપણના દોસ્તને મળી હતી. અમે રેગ્યુલર એકબીજા સાથે મળવા લાગ્યા હતા અને 3 મહિનાની મૂલાકાત બાદ મેં તેને મારા પતિના અફેર વિષે જણાવ્યું હતું. ત્યારબાદ મારા મિત્રે મને જે કહ્યું હતું તે સાંભળીને હું ચોંકી ઉઠી હતી.

સારાએ લખ્યું હતું, મારા દોસ્તે કહ્યું હતું, તે મને હંમેશા પ્રેમ કરતો હતો અને તે આજ આશાથી કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં ગયો ન હતો કારણકે ક્યાંક હું તેને મળી જાઉં. તેણે મને કહ્યું હતું કે ત્યાં સુધી મારી સાથે ફિઝિકલ નહીં થાય જ્યાં સુધી તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ ન લઇ લે. પરંતુ પ્રેમના સપના જોનારી સારાની જિંદગીમાં ઉથાપાથલ મચી ગઈ હતી અને અચાનક તેને ખબર પડી હતી કે ગર્ભવતી છે. સારાની વાત સાંભળીને તેના દોસ્તે નિર્ણય કર્યો હતો કે તે હંમેશા તેમની સાથે રહેશે અને સાથ આપશે,તેને પોતાની પ્રેગ્નન્સી આગળ વધારવી હોય તો પણ તે સાથ આપશે.

આખરે સારાએ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો હતો. સારાનું કહેવું હતું કે તે પોતાના પતિથી દૂર થવા માટે ઈચ્છે છે આ માટે તેને કોઈ પસ્તાવો નથી. જિંદગીમાં આ મોડ પર માત્ર તેને પ્રેમની શોધ છે. આ મામલે સારા પોતે પહેલ કરીને ખરાબ બનવા માટે ઇચ્છતી નથી. તે એ સમયની રાહમાં છે કે અફેરના ચાલતા તેની પત્ની (સારા)ને છૂટાછેડા આપી દે અને તેને પોતાના અફેર વિશેની જાણકારી આપવી જ ન પડે.

વેબસાઈટ પર સારાના કન્ફેક્શન બાદ વિવિધ સલાહો મળી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે પતિથી પહેલા સારાએ પોતાના અફેર અંગે જણાવી દેવું જોઈએ કારણકે તે પણ પોતાના પતિ સાથે છેતરપિંડી કરી રહી છે. સારાએ પોતાના પતિ પાસેથી સચ્ચાઈ જાણવાના બદલે જાતે જ બતાવી દેવું જોઈએ કે તે પોતાના પતિના અફેર વિષે જાણે છે,જેથી ડિવોર્સ લેવા અંગે જલ્દી નિર્ણય થઇ શકે.

ઘણા લોકોનું એવું કહેવું છે કે હવે પોતાના લગ્નને લઈને કશુંય વધ્યું નથી તો સંબંધને જબરજસ્તી આગળ વધારવાથી કોઈ ફાયદો નથી પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તે પોતાના બાળકોનું ધ્યાન રાખે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *