મોબાઈલ ઉપર વાત સાથે રોડ ક્રોસ કરતા યુવકને કારે ફૂટબોલની જેમ ઉછાળો, વિડીયો થયો વાયરલ

લુ વાહને અને ચાલતા ચાલતા વાત કરવાની કુટેવો લોકોમાં હજી પણ છે. પરંતુ આવી કુટેવ હોય છે. લોકો 24 કલાક મોબાઈલ ફોન પોતાના હાથમાં રાખીને બીજા બધા કામ કરતા હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક મોબાઈલના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હતો. આવી જ એક ચેતવણી રૂપ અને દર્દનાક ઘટના લખનઉમાં ઘટી હતી. અહીં એક વ્યક્તિ મોબાઈલ ફોન ઉપર વાત કરતા રસ્તો ક્રોસ કરે છે અને ફૂલ સ્પીડે આવેલી કારે વ્યક્તિને ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો. આ કમકમાટી ભરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છેકે આવી જ એક ઘટના વડોદરામાં પણ બની હતી. જ્યાં મોબાઈલ ઉપર વાત કરતા કરતા રોડ ક્રોસ કરતો હતો અને અકસ્માતનો ભોગ બન્યો હતો.

Advertisement

મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના લખનઉ શહેરના અવધ ચોકડી પાસે એક દર્દનાક ઘટના ઘટી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટે સામે આવ્યા હતા. અહીં રસ્તા વચ્ચે મોબાઈલ ઉપર વાત કરતા કરતા એક વ્યક્તિ જઈ રહ્યો છે ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતી કારે આ વ્યક્તિને ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે ફોન ઉપર વાત કરતા રસ્તો ક્રોસ કરનાર વ્યક્તિ કારને જોઈને આગળ પાછળ થાય છે. પરંતુ ફૂડમાં આવતી કારે તેને અડફેટે લેતે ફૂટબોલની જેમ ઉછળી રસ્તા ઉપર પડે છે. જેને ગંભીર ઈજોઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બની છે. અહીં એક યુવક મોબાઈલમાં વ્યસ્થ રહીને રોડ ક્રોસકરવા જાય છે. અને આ સમયે સિટી બસની અડફેટે ચડી જાય છે. જેના પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળાં ઉમટ્યાં હતા.

જ્યારે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે બસ ચાલકની ધર પકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. જ્યારે બીજી તરફ સિટી બસના સંચાલકો દ્વારા બસ ડ્રાઈવરને સ’સ્પે’ન્ડ કરવામાં આવ્યા હતા. સિટી બસ સાથે યુવકના અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *