હાઇવે પર પાલતુ શ્વાનને મુક્કી ભાગી ગયો માલિક, વિડીયો જોઈ હદય પીગળી જશે.

કેટલાક લોકોને શ્વાન પાળવાનો ખૂબ જ શોખ હોય છે. પરંતુ શ્વાનને પાળ્યા બાદ દરેક વ્યક્તિ તેને ઘરના સભ્યની જેમ જ રાખે તે જરૂરી હોતું નથી. સામાન્ય રીતે એવા સમાચારો વાયરલ થતા રહે છે કે જેમાં રોડ પર લાવારીસ હાલતમાં શ્વાનો દેખાયા હોય તેવી વાત સામે આવે છે. સોશિયલ મીડિયા પર એક શ્વાન અને તેના માલિકનો એક ઈમોશનલ વિડીયો અત્યારે વાયરલ થયો છે.

 શ્વાનને લવારીશ હાલત માં  હાઇવે પર છોડી ગયો

ભારતીય વન વિભાગના ઓફિસર સુધા રમને સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો સુમસાન હાઈવે પર શૂટ કરવામાં આવ્યો હતો.. આમાં એક વ્યક્તિ પોતાના પાલતુ કૂતરા સાથે ગાડીમાંથી ઉતરે છે. બાદમાં તે પોતાના કૂતરાને રોડના છેડે લઈ જઈને તેના ગળાનો પટ્ટો કાઢી લે છે. વિડીયો જોઈને સ્પષ્ટ દેખાય છે કે, આ પાલતુ શ્વાન આ વ્યક્તિનું જ હતું.

 શ્વાન કારની પાછળ દોડે છે

શ્વાનના ગળામાંથી પટ્ટો કાઢ્યા બાદ શખ્સે તેને લાવારીસ હાલતમાં હાઈવે પર જ મૂકીને ભાગી જાય છે. શ્વાન લાંબા સમય સુધી કારની પાછળ-પાછળ દોડે છે પરંતુ તે વ્યક્તિનું હ્યદય જરા પણ પીગળતું નથી. તે એકવાર પણ પાછો વળીને પોતાના શ્વાન સામે જોતો નથી. ટ્વીટર પર આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

 શ્વાનને નવું ઘર મળ્યું

સોશિયલ મીડિયા પર શેર થયા બાદ લોકો એ વ્યક્તિની ક્રિયા પર ઘણી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કહે છે કે જો તે શ્વાન પોતાની સાથે રાખી શકતો ન હતો તો પછી શ્વાન કેમ હતો અને તેને આવા નિર્જન સ્થળે છોડી દીધો. સુધા રમનના જણાવ્યા અનુસાર, શ્વાનને નવું ઘર મળ્યું છે અને વ્યક્તિને તેના ગુ-નાની સ-જા મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *