વૃદ્ધ મહિલા સાથે શખ્સે કર્યો દુર્વ્યવહાર, ત્યા જ આવી ગયો ભારતીય સેનાનો જવાન પછી થઈ જોયા જેવી

આપણા દેશના સૈનિક ભલે તે સરહદ પર હોય કે દેશની અંદર હંમેશા પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે છે. આવા જ એક જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ દેશના આ સૈનિક પુત્રને સલામ કરી રહ્યા છે.

વાસ્તવમાં વાયરલ વીડિયોમાં, એક વૃદ્ધ મહિલા દુકાનની સામે સૂઈ રહી છે. પછી દુકાનદાર ત્યાં પહોંચે છે અને જ્યારે મહિલા સાથે દુર્વ્યવહાર કરવા લાગે છે અને તેના પર ગુસ્સે થઈને તેને ઠપકો આપવાનું શરૂ કરે છે. પુરુષ તેની દુકાનની સામે સૂતી વૃદ્ધ મહિલાને ખસેડવા માટે તેને ધક્કો મા-રવા લાગે છે. એટલું જ નહીં, તેણે વૃદ્ધા પર પાણી ફેંકવાનું શરૂ કરી દીધુ હતું. જેના પર વૃદ્ધ મહિલાએ તેની માફી માંગવાનું શરૂ કર્યું.

ત્યાંરે જ ત્યાં હાજર એક સૈનિક આ ઘટના જોઈને ગુસ્સે થઈને આવે છે. સૈનિક સાથે એક મહિલા પણ છે. તેણી તેની બેગ સંભાળી રાખે છે. વૃદ્ધ મહિલાની મદદ માટે સૈનિક દુકાનદાર સાથે ઘર્ષણમાં ઉતરે છે અને દરમિયાનગીરી કરવા લાગે છે. સેનાનો જવાન સૌપ્રથમ દુકાનની સામેથી વૃદ્ધ મહિલાને ઉઠાવે છે. આ દરમિયાન જ્યારે દુકાનદાર પોતાનો ઘમંડ બતાવે છે, ત્યારે સૈનિક ગુસ્સામાં તેનો કોલર પકડીને તેને ઠપકો આપે છે અને તેને ધક્કો મા-રે છે.

બાદમાં, સૈનિક વૃદ્ધ મહિલાને કેટલાક પૈસા આપીને વિદાય લેવાનું કહે છે. આના પર મહિલા તેના પગને સ્પર્શ કરવાનું શરૂ કરે છે. આ જોઈને સૈનિક તેને આવું ન કરવા વિનંતી કરે છે અને તેના હાથ જોડે છે. આ પછી જવાને માતાને કેટલાક પૈસા આપ્યા અને ત્યાંથી નીકળી ગયો.

આ સૈનિકની આ માનવતા જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેને સલામ કરી રહ્યા છે. IAS અવનીશ શરણે આ વીડિયો ટ્વિટ કર્યો અને કેપ્શનમાં કહ્યું, ‘હું આ અજાણ્યા જવાનને સલામ કરું છું. અત્યાર સુધી 84 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ જવાનની સાથે ભારતીય સેનાને પણ સલામ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *