જે ઘરના મંદિરમાં રાખવામાં આવે છે આ ત્રણ વસ્તુઓ ત્યાં રહે છે મહાલક્ષ્મીની કૃપા, થાય છે ધનવર્ષા..

મિત્રો, દરેક ઘરમા પૂજાઘરનુ અત્યંત વિશેષ મહત્વ હોય છે. દરેક ઘરમા લોકો નિયમિત પોતાના ઇષ્ટદેવનુ વિશેષ પૂજન-અર્ચન કરતા હોય છે. આપણા ધર્મમા પણ પૂજાપાઠના વિશેષ મહત્વનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જો તમે તમારા ઇષ્ટદેવની સાચા મનથી પૂજા કરો છો તો તમને તમારા દરેક કાર્યોમા સફળતા મળે છે.

જો તમે દરરોજ વિધિવિધાનપૂર્વક તમારા ઘરમા ઈષ્ટદેવનુ પૂજન-અર્ચન કરો છો તો તમારા ઘરના સદસ્યો પર ક્યારેય પણ કોઈપણ પ્રકારનો સંકટ આવશે નહિ. ફક્ત ઇષ્ટદેવના નિયમિત પૂજન-અર્ચન કરવાથી તમારી પૂજા સફળ થઇ જતી નથી પરંતુ, તમારે આ પૂજા દરમિયાન અમુક નાની-નાની બાબતો અંગે વિશેષ સાવચેતી પણ રાખવી પડે છે.

આજે આ લેખમા અમે તમને અમુક એવી વિશેષ ચીજવસ્તુઓ વિશે જણાવીશું કે, જે તમારા ઘરના પૂજાઘરમા હોવી અત્યંત આવશ્યક છે. જો તમે આ વિશેષ ચીજવસ્તુઓ તમારા ઘરમા રાખો છો તો તમારા પર દેવી-દેવતાઓની સદાય માટે વિશેષ કૃપા વરસતી રહે છે અને તમારા જીવનની તમામ સામાજિક અને આર્થિક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળશે તો ચાલો જાણીએ કઈ છે આ ત્રણ વસ્તુઓ? અને તેનાથી આપણને શું-શું લાભ થશે?

ચંદનની લાકડી :

તમે તમારા ઘરના પૂજાઘરમા ચંદનની લાકડી અવશ્યપણે રાખો. તમને ખ્યાલ જ હશે કે, કોઈપણ શુભ કાર્ય કરતા સમયે ચંદનનો ઉપયોગ અવશ્યપણે થાય છે. જો તમે પૂજા કર્યા પછી ચંદનને ઘસીને તેનુ તિલક તમારા માથા પર લગાવો તો તે અત્યંત શુભ ગણાય છે, તેનાથી તમને અનેકવિધ લાભ મળે છે. ચંદનમા એવા અનેકવિધ પ્રકારના તત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા મનની અંદરની બુરાઈઓને ખત્મ કરે છે અને તમારા મનને શાંત રાખે છે.

પંચામૃત :

જો તમે ભગવાનની પૂજા કરો છો તો આ સમયે પ્રસાદી સ્વરૂપે પંચામૃત અવશ્યપણે ધરવુ જોઈએ. આ પંચામૃતમા મેવો, દહીં, ઘી, સાકર અને મધ વગેરે જેવી વસ્તુઓ ઉમેરવી જોઈએ. આ પંચામૃત ભગવાનને અર્પણ કરીને તમે પણ ગ્રહણ કરો. આમ, કરવાથી પ્રભુની તમારા પર વિશેષ કૃપા બની રહેશે.

તાંબાનો લોટો :

તમારે તમારા ઘરમા શુદ્ધ તાંબાની ધાતુથી બનેલો એક લોટો અવશ્યપણે રાખવો જોઈએ કારણકે, આ લોટામા પૂજામા ઉપયોગમા લેવા માટેનુ જળ ભરવામા આવે છે. જ્યારે પણ તમે પૂજા માટે બેસો છો ત્યારે પ્રભુને જળ અર્પણ કરવા માટે હમેંશા તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો. જો તમે પૂજામા તાંબાના લોટામા પાણી અને તુલસીના પાન ઉમેરશો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. માટે જો તમે તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોવ તો આ વસ્તુઓને તમારા ઘરમા અવશ્ય લાવજો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published.