પ્રેમિકા છોડીને ભાગી ગઈ તો પ્રેમીએ એવા કારનામાં કર્યા કે, પોલીસ પણ રાતોરાત થઇ દોડતી

છત્તીસગઢ પોલીસે એક ગુનેગારને પકડ્યો છે. જે પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો હતો કે, તેણે પોલીસને પણ હેરાન કરી મૂકી છે. પોલીસ ઘણા વર્ષોથી આ ગુનેગારની શોધમાં હતી, પરંતુ દરેક વખતે તે દગો દઈને ફરાર થી જતો હતો. જોકે, આજરોજ તે રાયપુરની એક હોટલમાંથી પકડાયો છે.

છત્તીસગઢ પોલીસે અભિષેક જોશી નામના લૂંટારુની ધરપકડ કરી છે. અભિષેક પર ભીલાઈ, દુર્ગ અને રાયપુરમાં 50 થી વધુ લૂંટ કરવાનો આરોપ છે. તે દેવેન્દ્ર નગરનો રહેવાસી છે. જોકે,અભિષેક છેલ્લા 8 વર્ષથી ગુનાની દુનિયામાં છે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન તેનું નામ વધુ કેસોમાં સામે આવી રહયું છે. આ એક વર્ષમાં તેણે અનેક ઘટનાઓને અંજામ આપ્યો. પોલીસની ઘણી ટીમો તેને શોધ કરી રહી હતી.

દરેક વખતે અભિષેક પોલીસને દગો દેવામાં સફળ રહ્યો. પોલીસને તેને શોધવામાં સૌથી વધુ મુશ્કેલી થઈ કારણ કે તેણે આ ઘટના પછી તુરંત જ પોતાનું સ્થાન બદલી નાખ્યું હતું. તેની પાસે કાયમી ઘર નહોતું.અભિષેકની તેની પ્રેમિકા સાથેના બ્રેકઅપ બાદ તે ગુનાની દુનિયામાં આવ્યો હતો. જ્યારે ગર્લફ્રેન્ડએ લગ્ન કરવાની ના પાડી ત્યારે અભિષેકે તેનો બંગલો 2.5 કરોડ રૂપિયામાં ફક્ત 14 લાખમાં વેચી દીધો.

આટલો અમૂલ્ય બંગલો ઓછી કિંમતે વેચ્યા પછી અભિષેક એક ખરાબ લૂંટારો બની ગયો. એટલું જ નહીં, તે મહિલાઓને નિશાન બનાવતો હતો. લગભગ 8 વર્ષ સતત તે મહિલાઓ સાથે લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતો હતો. સીસીટીવી ફૂટેજના આધારે હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *