સુરત સહીત આ મહાનગરો માં હેલમેન્ટ ને લઈને આ તારીખ થી લાગુ થશે નવો નિયમ, બાઈક પાછળ બેસવા ના પણ નવા નિયમ

નમસ્કાર મિત્રો, રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021અમલી બનશે. મળતી માહિતી મુજ્બ આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા બે દિવસ પહેલા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરોના પોલીસ કમિશ્નરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના S.0. 4252 (E) તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે. જે મુજબ આ હુકમથી ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટન સ્ટાન્ડર્ડ માર્ક IS 4151 : 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી IS 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય. એટલે કે હવે હલકી ગુણવતા વાળા હેલમેન્ટ માન્ય ગણાશે નહિ.

સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન તૈયાર કરી છે. બાઈક ચાલકની સાથોસાથ પાછળ બેસનારા કેટલાક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાંને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો તેનું પાલન નહીં થાય તો વાહન ચાલક ને ભારે દંડ પણ ભરવો પડશે.

શહેર તેમજ હાઈવે પર થતા બાઈકના અકસ્માતને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં મહામગરથી આ નવી ગાઈડલાઈન્સનો અમલ શરૂ થઈ જશે. સતત વધી રહેલા બાઈકના અકસ્માતને લઈને આ નવી ગાઈડલાઈન્સથી થોડો સુધારો થશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.