પરણિત સબ ઇન્સ્પેકટર અને મહિલા કોન્સ્ટેબલ હોટલમાં માનવી રહ્યા હતા રંગરેલિયા, અચાનક પત્ની આવી અને…

ગ્વાલિયરમાં એક ફ્લેટમાં મુરેના સબલગઢના રામપુર થાનાના સબ ઇન્સ્પેક્ટરને તેની પત્નીએ એક મહિલા કોન્સ્ટેબલ સાથે રંગરેલીયા કરતા પકડ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પત્ની અને તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને બંનેને પોલીસને હવાલે કર્યા હતા.

આ ઘટના શહેરના મુરાર વિસ્તારની સી.પી. કોલોનીની હોવાનું જાણવા મળી રહ્યું છે. પત્ની પહેલાથી જ તેના પતિના કાર્યો અંગે શંકાસ્પદ હતી. જ્યારે સબ ઇન્સ્પેક્ટરની પત્નીને જાણ થઈ કે, તેનો પતિ ગ્વાલિયરમાં છે અને તે એક યુવતી સાથે ફ્લેટમાં રોકાયો હતો ત્યારે તે વહેલી સવારે તેના સબંધીઓ સાથે ફ્લેટમાં પહોંચી હતી.

જ્યારે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો ત્યારે સબ ઈન્સ્પેક્ટર અને તેની ગર્લફ્રેન્ડ, જે એક મહિલા કોન્સ્ટેબલ પણ છે. પહેલા દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો. પરંતુ હોબાળો જોઇને સબ ઇન્સ્પેક્ટરને મજબૂરીમાં દરવાજો ખોલવો પડ્યો.

ત્યારબાદ પત્ની અને પરિવારના સભ્યો બેડરૂમમાં ગયા ત્યારે જોયું કે, કપડાં વેરવિખેર હતા. બાથરૂમનો દરવાજો બંધ હતો ત્યારે પત્નીએ યુવતીના કપડાં ઉપાડ્યા અને તેના પતિને પૂછપરછ શરૂ કરી ત્યારે તેની પાસે કોઈ જવાબ ન હતો. ત્યારબાદ પત્નીએ બાથરૂમનો દરવાજો તોડવાની ધમકી આપી હતી. તેથી મહિલા કોન્સ્ટેબલ દરવાજો ખોલીને બહાર આવી.

બાથરૂમમાંથી તેની ગર્લફ્રેન્ડ આવતાની સાથે એસઆઈની પત્ની ગુસ્સે થઈ. આ દરમિયાન ગર્લફ્રેન્ડએ તેના અને એસઆઈ વચ્ચેના સંબંધોને છુપાવવાનો કોશિશ કરી હતી અને પોતાને નિર્દોષ સાબિત કરી હતી. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. મુરાર પોલીસ મથક દરેકને પોલીસ સ્ટેશન લઈ ગયો, જ્યાં પત્ની તેના પતિ સામે એફઆઈઆર નોંધાવવા મક્કમ છે. હાલ પોલીસે બંનેને છોડી દીધા છે. જે અંગે એસઆઈની પત્ની ખૂબ ગુસ્સે છે.

Leave a Reply

Your email address will not be published.